મુંબઇ: દેશમાં એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે. યુરોપ, અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં નબળી માગના કારણે એક્સપોર્ટ ઉપર પણ સીધી અસર જોવા મળી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ, ટેક્સટાઇલ, યાર્ન ફેબ્રિક્સ, એન્જિનિયરિંગ જેવા અગ્રણી સેક્ટરમાં મર્ચ મહિનામાં એક્સપોર્ટ નેગેટિવ જોવા મળ્યું છે.
નોંધનીય છે કે આ સેક્ટરનો હિસ્સો કુલ એક્સપોર્ટના ૬૦ ટકાથી વધુ થવા જાય છે. છેલ્લા ૧૬ મહિનામાં ઘટી ગયેલા એક્સપોર્ટમાં ૫.૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક્સપોર્ટમાં ઘટાડાને કારણે દેશમાં નોકરીઓ ઉપર પણ ગંભીર અસર જોવા મળી છે.
ઇન્ડિયન એકેસપોર્ટ ઓર્ગેનાઇઝેશને દેશની ઘટતી જતી નિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારને ઝડપથી મજબૂત પગલાં લેવા પણ જણાવ્યું છે. ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે પાછલા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પ્રમુખ સેક્ટરનો એક્સપોર્ટ ગ્રોથ નેગેટિવ જોવા મળ્યો છે.
તેઓના જણાવ્યા પ્રમાણે એન્જિનિયરિંગ સેક્ટરમાં માર્ચ મહિનામાં એક્સપોર્ટમાં ૧૧.૨૯ ટકા, જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ૨૧.૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.