UPના મેનપુરીમાં બસ પલટી જતાં 17 લોકોનાં મોતઃ 35થી વધુને ઈજા

મેનપુરી: ઉત્તર પ્રદેશના મેનપુરીમાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માતમાં ૧૭ લોકોના પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. મળતી માહિતી પ્રમાણે જયપુરથી ફરુખાબાદ જઇ રહેલી ડબલ ડેકર પેસેન્જર બસ અનિયંત્રિત થતાં પલટી ગઇ. મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઘાયલોને સેફઇ મિની પીજીઆઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં લગભગ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.

આ ઘટના સવારે દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અહેવાલમાં જણાવાયા અનુસાર એસપીએ અત્યાર સુધી ૧૭ લોકોનાં મોત થયાની વાતને સમર્થન આપ્યું છે જ્યારે ૩૫ થી વધુ લોકો ઘાયલ થયા છે.મેનપુરી પોલીસ દળની સાથે એસપીએ ઘટનાસ્થળ પર હાજર મૃતકોના મૃતદેહ શબગૃહ અને ઘાયલ યાત્રીઓને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યારે સુરક્ષિત યાત્રીઓને બીજી બસ મગાવી રવાના કર્યા છે.

ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. મેનપુરીમાં તેજ સ્પીડથી બસે પલટી મારતાં ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૩૫ લોકોને ઈજા થઈ છે અને ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ ડ્રાઈવર ભારે સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. દુર્ઘટનાની ભયાનકતા જોઈને આશંકા સેવવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડબલ ડેકર ટૂરિસ્ટ બસ અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય અનેક મુસાફરોને ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તો બીજા સુરક્ષિત મુસાફરોને બીજી બસમાં રવાના કરવામાં આવ્યા છે.

આજે સવારે જયપુરથી ફરુખાબાદ જઇ રહી ટૂરિસ્ટ બસ અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે અથડાતાં બસ પલટી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત ઘટના સ્થળે જ નીપજ્યાં હતાં, જ્યારે બીજા ૧૨ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મેનપુરી એસપીએ અત્યાર સુધી ૧૭ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અત્યારે ઘટના સ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ક્રેનની મદદથી બસને રોડની વચ્ચેથી હટાવવામાં આવી રહી છે.

You might also like