સચિન તેંડૂલકરે બાંગ્લાદેશ સામેની મેચમાં જ્યારે 100મી સદી ફટકારી….

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે 6 વર્ષ પહેલા આજના દિવસે ક્રિકેટના ઇતિહાસમાં એવો કિર્તિમાન સ્થાપ્યો છે જેની કોઇએ કલ્પના પણ કરી નહોતી. 16 માર્ચ 201ના રોજ સચિન તેંડૂલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100મી સેન્ચુરી મારી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

એશિયા કપ ટૂર્નામેન્ટ દરમિયાન બાંગ્લાદેશના શેર-એ-બાંગ્લા મેદાન, મીરપુર આ ઐતિહાસિક સમયનું સાક્ષી બન્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચમાં સચિને 114 રનની ઇનિંગ્સ રમી આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડૂલકરની આ વન ડે માં 49મી સેન્ચૂરી હતી અને આ પહેલા ટેસ્ટ મેચમાં 51 સેન્ચૂરી મારી હતી. સચિન તેંડૂલકર 100 ઇન્ટરનેશનલ સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.

સચિન તેંડૂલકરને પોતાની 99 સદીથી 100મી સદી સુધી પહોંચતા લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સચિન તેંડૂલકરે પોતાના 24 વર્ષના કેરિયરમાં 463 વન ડેમાં 18426 રન બનાવ્યા, જેમાં 49 સદી જ્યારે 200 ટેસ્ટ મેચમાં 51 સદીની મદદથી 15921 રન બનાવ્યા છે. સચિન તેંડૂલકરે આ સિવાય એક ટી-20 મેચ રમી છે.

સચિને કુલ 664 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 34,357 રન બનાવ્યા છે, જે એક રેકોર્ડ છે. આ દરમિયાન સચિને 100 સદી અને 164 હાફ સેન્ચૂરી ફટકારી છે.

You might also like