પોલ્યુશનનો મારઃ દિલ્હીનાં બાળકોનાં ફેફસાં નબળાં પડ્યાં

નવી દિલ્હી: પોલ્યુશનના કારણે ભારતીયોનાં ફેફસાંની ક્ષમતા નબળી પડી રહી છે. ઉત્તર અમેરિકનોના મુકાબલે ભારતીયોનાં ફેફસાંની ક્ષમતા ૩૦ ટકા ઓછી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના ડિરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ ફેફસાંની ક્ષમતા ઘટવાનું કારણ ઝેરીલી હવા છે. આ ઉપરાંત પોષક તત્ત્વોની કમી અને એકસર્સાઇઝમાં ઘટાડો પણ તેનું એક કારણ છે.

ફેફસાંને લઇ તાજેતરમાં સીએસઇએ એક અભ્યાસ જારી કર્યો છે. તે અભ્યાસમાં કહેવાયું છે કે પ્રદૂષણના કારણે દિલ્હીમાં દર ત્રીજા બાળકનાં ફેફસાં નબળાં પડી રહ્યાં છે તો બીજી તરફ પ્રદૂષણના કારણે દેશમાં પ્રિમેચ્યોર ડેથનો ગ્રાફ પણ સતત વધી રહ્યો છે. ડો. અગ્રવાલના જણાવ્યા મુજબ ફેફસાંની ક્ષમતા ઘટવાથી શુગર, હાર્ટએટેક અને લકવાનો ખતરો પણ વધુ રહે છે. વલ્લભભાઇ પટેલ ચેસ્ટ ઇન્સ્ટિટ્યૂટના એક તાજેતરના રિપોર્ટમાં પણ દિલ્હીનાં બાળકોનાં ફેફસાં અમેરિકાનાં બાળકો કરતાં દસ ગણાં નબળાં હોવાનું જાણવા મળ્યું હતું.

You might also like