નાઇજિરિયામાં ત્રણ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૨ લોકોનાં મોત

નવી દિલ્હી: નાઈજિરિયાના પૂર્વોત્તર શહેર માઈદુગુરીમાં ત્રણ આત્મઘાતી હુમલા થતાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય ૨૨થી વધુ લોકોને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ આત્મઘાતી હુમલામાં મહિલાઓ સામેલ હતી. અંગે કોઈ આતંકી સંગઠને જવાબાદારી સ્વીકારી નથી. પરંતુ આ હુમલા પાછળ આતંકી સંગઠન બોકોહરામનો હાથ હોવાની શંકા વ્યકત થઈ રહી છે.

રાજ્યના સરકારી અધિકારી બેલો ડંબટ્ટાએ જણાવ્યુ કે આ હુમલામાં પહેલો વિસ્ફોટ સાંજની નમાજ માટે એકત્ર થયેલા લોકોના સમૂહ નજીક થયો હતો જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં. જ્યારે બાદમાં અન્ય એક હુમલાખોરે ઘરમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત અન્ય બે હુમલાખોરે તેમના લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં જ તેમને ઉડાવી દીધા હતા. બાકીના હુમલામાં અન્ય પાંચ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૨૨થી વધુ લોકોને ઈજા થઈ હતી.

You might also like