નિવૃત્તિ બાદ આશિષ નહેરાએ કરી નવી ઇનિંગ્સની શરૂઆત

કોલકાતાઃ તાજેતરમાં જ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ ફાસ્ટ બોલર આશિષ નહેરાનો હવે ડેબ્યૂ થઈ રહ્યો છે. નેહરા હવે કોમેન્ટ્રી બોક્સમાં નવી ઇનિંગ્સની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડ સામે દિલ્હીમાં પ્રથમ ટી-૨૦ના રૂપમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા આશિષ નહેરાએ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી અહીં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.

આ શ્રેણીના પ્રસારક સ્ટાર સ્પોર્ટ્સે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપતાં કહ્યું છે, ”વીરેન્દ્ર સેહવાગ અને આશિષ નહેરાની જોડી હવે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.” વીરુએ પણ પણ નહેરાએ શુભેચ્છાઓ પાઠવી છે. વીરુએ ટ્વિટ કર્યું, ”નહેરાજીનું કોમેન્ટ્રી બોક્સમાં જોરશોરથી સ્વાગત થવું જોઈએ.” લક્ષ્મણે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, ”ક્રિકેટનાં મેદાન પર આપણું મનોરંજન કર્યા બાદ હવે નહેરાજી માઇક પર આપણું મનોરંજન કરવા માટે તૈયાર છે.”

You might also like