જાડેજાનો જાદુ આખી દક્ષિણ આફ્રીકન ટીમ 121 સાફ

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાઇ રહેલ ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે રમતનાં પહેલા જ દિવસે 7 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. રમતનાં બીજા દિવસે રહાણે 127નાં શાનદાર શતક અને અશ્વિનનાં અર્ધશતક (56)ની મદદથી ભારતીય ટીમે ઓલ આઉટ થતા પહેલા 334 રન બનાવવામાં સફળ રહી હતી. આ તે સીરીઝમાં એક રમતનો સૌથી વધારે સ્કોર પણ છે. દ.આફ્રીકાનાં ફાસ્ટ બોલર એબોટે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યારે જાડેજાએ પણ સારી બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. જેનાં પગલે દક્ષિણ આફ્રીકા પહેલા દાવમાં 121 રન પર જ ઉખલી ગયું હતું.
દક્ષિણ આફ્રીકાને પહેલો ઝટકો એલારનાં રૂપમાં લાગ્યો હતો. જેને ઉમેશ યાદવે પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ બાવુમાંને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. જ્યારે જાડેજાએ જ અમલાને પણ આઉટ કર્યો હતો. અમલા કીપીંગમાં ઉભેલા સાહાને કેચ આપી બેઠો હતો. જેપી ડ્યુમિની પણ ખાસ કાઇ કરી શખ્યો નહોત અને એક રન બનાવીને ઉમેશનાં બોલમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. પછી ડેન વિલાસ (11) ઇશાંત શર્માનાં બોલમાં બોલ્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ એબોટ ચાર રન બનાવીને અશ્વિનને પહેલો શિકાર બન્યો હતો. જાડેજા પાઇટને 5 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો. એબી ડિવિલિયર્સ પણ જાડેજાનો ભોગ બન્યો હતો. અંતિમ વિકેટ અશ્વિને ઇમરાન તાહીરની લીધીહ તી. જેનો કેચ લોકેશ રાહુલે પકડ્યો હતો.

You might also like