પરિણીતિ ચોપરા પહેલાં કરતાં વધુ બની કોન્ફિડન્ટ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ તાજેતરમાં ‘ગોલમાલ અગેઇન’ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મે ર૦૦ કરોડ ઉપર બિઝનેસ કરતાં પરિણી‌તિની ડચકાં ખાતી કરિયર થોડી સ્થિર થઇ. તે કહે છે કે ‘ગોલમાલ’ સિરીઝ મને ખૂબ જ પસંદ હતી. જ્યારે પ્રોડ્યૂસરે મને બોલાવી ત્યારે મને ખ્યાલ હતો કે આ ફિલ્મમાં હું જરૂર હોઇશ.

સ્ક્રિપ્ટ સાંભળવી એ મારા માટે એક ફોર્માલિટી હતી, કેમ કે મારે તે ફિલ્મમાં કામ કરવું જ હતું. આ ફિલ્મમાં મારાે રોલ મને ખૂબ જ ગમ્યો. પરિણી‌તિ ખુદને એક અલગ વ્યક્તિ માને છે. તે કહે છે કે હું ૧૦૦ ટકા અલગ વ્યક્તિ છું. પહેલાં કરતાં વધુ કોન્ફિડન્ટ બની ગઇ છે. હવે હું જેવાં કપડાં પહેરવા ઇચ્છું તેવાં પહેરી શકું છું. આજે જે મારું બોડી ટાઇપ છે તેને હું ડિઝર્વ કરતી હતી.

પરિણી‌તિની ડ્રેસિંગ સેન્સ પણ પહેલાં કરતાં બદલાઇ ચૂકી છે. તે કહે છે કે હવે હું મારા ડ્રેસને લઇ વધુ કમ્ફર્ટેબલ બની છું. આજે હું એવાં કપડાં પહેરું છું, જે પહેલાં ક્યારેય પહેરતી નહોતી. પહેલાંની સરખામણીમાં તે પાત્રોની પસંદગી પણ સમજી-વિચારીને કરે છે. તે કહે છે કે આજે હું દર્શકોનુું મનોરંજન કરવા પ્રત્યે ખુદને વધુ જવાબદાર માનું છું.

હું માનું છું કે મારે દર્શકોને વધુ એન્ટરટેઇન્મેન્ટ આપવું પડશે. પરિણી‌તિએ થોડા સમયથી વજન ઘટાડીને શાનદાર ફિગર મેળવી લીધું છે, પરંતુ તે કહે છે કે હું કોઇ પણ રોલ માટે વજન વધારવું પડે તો વધારી પણ શકું છું, પરંતુ હું ઘણી બધી ફિલ્મો માટે તેમ નહીં કરું. •

You might also like