આ રેકોર્ડ બનાવીને પોતાને બર્થ ડેની ડબલ ગિફ્ટ આપશે વિરાટ કોહલી

કેપ્ટન તરીકે વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘની બીજી T-20 મેચ ખૂબ જ મહત્વની છે. વિરાટની પાસે એક ચાન્સ છે જ્યારે ન્યૂઝીલેન્ડને હરાવીને આ સીરિઝ પર જીત મેળવી લે.. કાલે એટલે કે 5 નવેમ્બરના વિરાટ કોહલીની બર્થ ડે છે. એવામાં વિરાટ જો આ મેચ જીતી જાય તો તે પોતાના બર્થ ડેમાં ડબલ ગિફ્ટ આપી શકે છે.

વાસ્તવમાં વાત એ છે કે વિરાટ જો આ મેચમાં 12 રન બનાવવામાં સફળ રહે છે તો તેના નામ પર વધુ એક રેકોર્ડ બની જશે. કોહલી જો 12 રન કરી લે તો T-20માં રન કરવાના મામલામાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાનને પાછળ છોડીને બીજા સ્થાન પર આવી જશે. હાલમાં વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T-20ની 53 મેચની 49 ઇનિંગમાં 1878 રન કર્યા છે. જ્યારે દિલશાને 1889 રન કર્યા છે. દિલશાનના આ રનના ટાર્ગેટને પૂરો કરવા માટે કોહલીને માત્ર 12 રન કરવાની જરૂર છે.

T-20 મેચમાં રનનો બાદશાહ હાલમાં બ્રેડન મેકુલમ છે. મેકલુમે ઇન્ટરનેશલ T-20 મેચમાં 2140 રન કર્યા છે. વિરાટ સિવાય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહની પાસે પણ એક રેકોર્ડની બરાબરી કરવાનો અથવા તો તોડવાનો ચાન્સ છે. ચહલ જો આ મેચમાં 3 વિકેટ લઇ લે તો આ વર્ષે T-20માં સૌથી અધિક વિકેટ લેનારની લિસ્ટમાં તેનું નામ આવી જશે. હવે આ મામલામાં વેસ્ટ ઇન્ડિઝના વિલિયમ્સ અને અફધાનિસ્તાનના રાશિદ ખાન બંને બરાબર છે

You might also like