પાદરા નગર પાલિકામાં ભાજપાનો વિજય થયો

પાદરા : પાદરા નગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી હતી. જયારે કોંગ્રેસનો સફાયો થયો હતો અને અપક્ષના ફાળે બે બેઠકો મળી હતી. ભાજપાની પાંચ વોર્ડમાં પેનલ ચૂંટાઇ આવી હતી. ભાજપાને ૨૮ બેઠકોમાંથી ૨૩ બેઠકો મળી હતી. કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. ભાજપાનું સ્ટીમ રોલર ફરી વળ્યું હતું.પાદરા નગર પાલિકાની ૨૮ બેઠકો માટેની ચૂંટણી ગત તા.૨૯મી નવેમ્બરે રવિવારના રોજ યોજવામાં આવી હતી. યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નગર પાલિકામાં ૮૧ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરાયા હતા.ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ૧૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા. અને ૨ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. આમ ચૂંટણી જંગના મેદાનમાં ૬૮ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા. યોજાયેલી ચૂંટણીમાં આજરોજ ચૂંટણી મતગણતરી પાદરાની પીપી શ્રોફ હાઇસ્કૂલમાં રાખવામાં આવી હતી જે અંગેની મત ગણતરી ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને સવારે નવ કલાકે શરૃ કરવામાં આવી હતી.

You might also like