અંકલેશ્વર ન.પા.ની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી

અંકલેશ્વર : અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરયો છે. ભાજપાએ ૨૨ બેઠક મેળવી બોર્ડ બનાવી છે તો કોંગ્રેસ પક્ષ પાર્ટીના જોર પર ૧૪ બેઠકો મળવી છે. જીતના તમામ ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી પોતાની જીતને વધાવી હતી.
અંકલેશ્વર નગર પાલિકાની મત ગણતરી આજે યોજાઈ હતી. મત ગણતરી પડીયા આદર્શ સ્કૂલ ખાતે યોજાઈ હતી.અંકલેશ્વર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ મતગણતરી એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીઓ અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં ૨૨ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ પક્ષે ૧૪ બેઠક પક્ષના જોરે હાંસલ કરી છે. ગત ટર્મની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીને ત્રણ બેઠકની ખોટ થઈ છે. અને એકદમ સામાન્ય સરેરાશથી ભાજપે બે બેઠક ગુમાવી છે.
વોર્ડ નં. ૧માં ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો પર ભાજપાએ ગુમાવી છે માટે નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને વિજય તો થયો છે પરંતુ જીતના સમીકરણો બદલાયા છે. આ વર્ષે અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં ૧૨ વર્ર્ષીય દાદીબહેન રાણાએ ૧૦મી વખત જીત મેળવી રેકર્ડ કર્યો છે. ચૂંટણીના પરિણામ બાદ અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ કોણ બને એ મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે.

You might also like