કરજણ જિ.પં. અને તા.પં. ચૂંટણીમાં ભાજપાની હાર

કરજણ : કરજણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જાહેર થયેલા પરિણામોમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાયો છે બે ટર્મના વનવાસ બાદ કોંગ્રેસે એન્ટ્રી લેતાં કાર્યકરો ગેલમાં આવી વિજયોત્સવને મનાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકા સેવા સદન ખાતે સવારના ૯ કલાકે હાથ ધરાયેલી મત ગણતરીમાં તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકોમાં ૧૧ કોંગ્રેસ અને ૭ ભાજપ, ૧ અપક્ષ મળી કુલ ૧૯ બેઠકોના પરિણામો જાહેર થયા હતાં. તાલુકાની તમામ બેઠકો પર નોટાની જાગૃતિ નહિવત હોવા છતાં તેનો ઉપયોગ મતદારોએ કર્યો હતો.
જયારે અણસ્તુ બેઠક બીનહરિફ થતાં ભાજપના ફાળે ગઇ હતી. તાલુકા પંચાયત પ્રમુખ પદની બેઠક સામાજિક શૈક્ષણિક પછાત મહિલાની છે જે બેઠક પ્રથમથી ભાજપે જીતી લેતાં કાર્યકરો ઓવર કોન્ફયુડન્સમાં આવી ગયા હતાં. ધારાસભ્ય ભાજપના હોવા છતાં તાલુકામાં ૧૧ બેઠકો પર ભાજપનું ધોવાણ થયું છે જયારે બાકીની ૭ બેઠકો પર ભાજપના જીતેલા ઉમેદવારોનો સામાન્ય મતે વિજયી થયો છે.
કરજણ તાલુકા પંચાયતની ૧૯ બેઠકના જાહેર થયેલા પરિણામો નીચે મુજબ છે.
વલણ-૧ સિરાજ અહમદ ઇખરીયા કોંગ્રેસ, સાંસરોદ સિદ્દીક સુલેમાન પાલેજવાળા કોંગ્રેસ, કોલીયાદ રણછોડભાઇ નાગજીભાઇ વસાવા કોંગ્રેસ, કરમડી સુમિત્રાબેન અનિલભાઇ વસાવા કોંગ્રેસ, દેથાણ વિલાસબેન હિતેશભાઇ ગોહિલ કોંગ્રેસ, ચોરંદા યુસુફભાઇ મહંમદભાઇ ખલીફા કોંગ્રેસ, ધાવટ સુમિત્રાબેન કાન્તિભાઇ વસાવા કોંગ્રેસ, કંડારી ધર્મિષ્ઠાબેન જયંતકુમાર ડાભી કોંગ્રેસ, કુરાલી દિપ્તિબેન ભાસ્કરભાઇ ભટ્ટ કોંગ્રેસ, સાયર મૌલેશગીર મનુગીરી ગોસ્વામી કોંગ્રેસ, વેમાર માયાબેન વિનુભાઇ વસાવા કોંગ્રેસ, મોટીકોરલ પારૃલબેન હસમુખભાઇ પટેલ ભાજપ, સામરી દિલીપસિંહ રાયસિંહ પ્રાંકડા ભાજપ, સારીંગ રતિલાલ શનાભાઇ વસાવા ભાજપ, સીમળી મનુભાઇ રાવજીભાઇ વસાવા ભાજપ, વલણ-૨ વાજીદહુસેન મકબુલભાઇ સિંધી ભાજપ, હાંડોદ ગીતાબેન અશોકસિંહ પરમાર ભાજપ, મિયાગામ સોનલબેન હેમંતસિંહ દેસાઇ ભાજપ, સાંપા પંકજભાઇ ગોરધનભાઇ પટેલ અપક્ષ.

You might also like