નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વિજય

નસવાડી : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી તાલુકા પંચાયતનું શાસન કોંગ્રેસે છીનવી લીધું છે. નસવાડી તાલુકા પંચાયત ૧૪ બેઠક કોંગ્રેસને અને ૮ બેઠક ભાજપને મળી જયારે ૫ જિલ્લા પંચાયતની બેઠકમાંથી ૫ અને પાંચ બેઠક કોંગ્રેસએ કબજો કર્યો જેમાં માજી ધારાસભ્યના પુત્ર બરોલી બેઠક ઉપર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હાર થઇ જયારે જિલ્લા ભાજપ પ્રમુખની બહેન જમલઘઢ તાલુકા પંચાયત બેઠક ઉપર હાર થઇ જિલ્લા ભાજપ પ્રમુખ તેઓની બહેનની તાલુકા પંચાયતમાં પણ જીતાડી ના શકયા.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ૨૨ તાલુકા પંચાયત બેઠક માટે મત ગણતરી સવારે ૯ વાગ્યે શરૃ થઇ હતી. જેમાં સવારમાં શરૃઆત ભાજપ દ્વારા કરવામાં આવી અને શરૃઆતની ૨ બેઠકો ભાજપની આવતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા પરંતુ જિલ્લા પંચાયતની બરોલી બેઠક ઉપર મત ગણતરી પૂરી થતા ભાજપના માજી ધારાસભ્યના પુત્રની કારમી હાર થતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હતો. ત્યારબાદ તમામ એ તમામ પાંચેય જિલ્લા પંચાયત કોંગ્રેસ દ્વારા જીત મેળવી લેતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હતો.
આમ તમામ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. જયારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ગણતરી બાદ કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી અને ૮ બેઠકો ભાજપના ફાળે ગઇ હતી.
જેમાં જમલગઢ બેઠક ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ ભીલની બહેન મંગીબેન સંલેશભાઇ ભીલની હાર થઇ. જિલ્લા ભાજપ પ્રમુખ પોતાની બહેનને પણ જીતાડી શકયા ન હતા.
જયારે કુકરદા બેઠક ઉપર એકલવ્ય એકેડમીના કોચ દીનેશભાઇ ભીલની પત્ની કુકરદા બેઠક સેવીબેન દીનેશભાઇ પણ હારી ગયા છે. આમ દિગ્ગજ નેતાઓના પુત્ર અને પત્નીઓ હારી ગયા છે. જેના કારણે ભાજપના
કાર્યકરોમાં નિરાશઆ છવાઇ ગઇ હતી. જયારે નસવાડી તાલુકામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકો સારા પ્રમાણમાં વિજેતા થતા કોંગ્રેસને નવું જોમ મળ્યું છે.
નસવાડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે.

You might also like