ભારતની મોટી પનડુબ્બી પરિયોજનામાંથી બહાર થયું જાપાન-સ્પેન, હવે બચ્યા 4 દાવેદાર

ભારતીય શીપયાર્ડ અને અક વિદેશી શિપ બિલ્ડરની સાથે મળી 6 એડવાન્સ પનડુબ્બીને તૈયાર કરવાનું છે. સુત્રોએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે 4 શિપ બિલ્ડર જેમાં, નવલ ગ્રુપ-ડીસીએનએસ (ફ્રાંસ), થિસનક્રુપ મરીન સ્સ્ટમ્સ (જર્મની), રોસોબોરેનોક્સપોર્ટ રૂબીન ડિઝાઈન બ્યૂરો (રશીયા) અને સાબ કોકમ્સે (સ્વીડન) શરૂઆતમાં રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન પર આવેદન આપ્યા હતા. ભારતીય નૌસેના તરફથી પનડુબ્બીયોના વિકાસ માટે પ્રોજેક્ટ-75ના નામથી શરૂ કરવામાં આવેલ પરિયોજના માટે આ આવેદન મળ્યા છે.

જાપાનની કંપની મિત્સુબીશી-કાવલાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ કંબાઈન અને નવાનતિયાએ (સ્પેન) આ પ્રોજેક્ટ માટે સોમવાર સુધીની છેલ્લી તારિખ સુધી પોતાનું આવેદનપત્ર ન પહોંચાડ્યું. છેલ્લા એક દાયકાથી ફાઈલોમાં અટકેલી આ યોજના માટે નવેમ્બર 2017માં મંજૂરી મળી હતી. ભારતીય નૌસેના 9 ડીઝન-ઈલેક્ટ્રીક સબમરીન્સ તૈયાર કરવા માંગે છે, જે ક્રુઝ મીસાઈલથી સજ્જ હશે. આ યોજના બાદ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થશે અને ઊંડા-વિશાળ સમુદ્રની સુરક્ષા અને હવાઈ સુરક્ષામાં ખુબ જ મદદ મળશે.

You might also like