અંકલેશ્વર જિલ્લા પંચાયતની ૬ બેઠક પૈકી ચારમાં ભગવો લહેરાયો

અંકલેશ્વર : અંકલેશ્વર જિલ્લા પંચાયતની છ બેઠકો પૈકી ભગવો લહેરાયો જ્યારે સારંગપુર અને સંજાલી બેઠક કોંગ્રેસની ઝોળીમાં આવી હતી.ભાજપામાં ખુશીની લહેર છવાઈ જયારે કોંગ્રેસની બેઠક ગણાતી ભડકોદરા બેઠક પર આ વખતે ભાજપાની જીતે સમીકરણો બદલી નાંખ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૃચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અંકલેશ્વર જિલ્લા પંચાયતની ૬ બેઠકો માટે મતદાન થયું હતું. જે છ બેઠકો પર આજે પરિણામ જાહેર થયા છે. અંકલેશ્વર જિલ્લા પંચાયતની છ બેઠકો પૈકી અંદાડા, ભડકોદ્રા, દીવા અને ગળખોલ બેઠક પર ભાજપાના ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે જીતેલા તમામ ઉમેદવારોએ પોતાની જીત પક્ષ અને કાર્યકર્તાઓનો અર્પણ કરી હતી. તો બીજી તરફ સંજાલી અને સાંરગપુર બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે.
બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારની જીતમાં ફડાકડા ફોડી મુખ્ય માર્ગો પર વિજય સરઘસ યોજી જીતને વધાવી હતી.
અંકલેશ્વર જિલ્લા પંચાયતની ભડકોદ્રા બેછક પર ભાજપાના ઉમેદવાર પરેશ પટેલે ભવ્ય વિજય મેળવ્યો છે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં આ વખતે તમામ દિગ્ગજોનું જોર નબળું પાડી યુવા ઉમેદવારે આ બેઠક ભાજપાને અપાવી ભાજપાએ આ વખતે જીત મેળવી સમીકરણો બદલી નાંખ્યા છે.
અંકલેશ્વર જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ભારે મહેનત કરી હતી અને લોકસંપર્ક જાળળી રાખ્યો હતો જેના કારણે પાટીદાર આંદોલનની અસર અહીના પરિણામ પર જણાઇ ન હતી.

You might also like