મહિસાગર જિ.પં.માં કોંગ્રેસની જીત કોંગ્રેસને ૧૬ ભાજપને ૧૨ બેઠક

લુણાવાડા : મહિસાગર જિલ્લા પંચાયત પાતળી બહુમતીથી સીટોથી કોંગ્રેસે આંચકી જિલ્લા પંચાયત કોંગ્રેસની બની જયારે ત્રણ તા.પંચાયતો કોંગ્રેસની બનતા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ વ્યાપ્યો હતો. મહિસાગર જિલ્લો પંચમહાલ ગોધરામાંથી છુટા પડયા બાદ જિલ્લા પંચાયતની સીટોના ભાગલા પડતા અમુક સમય પહેલા જિલ્લા પંચાયત મહિસાગર ભાજપને ભેટ મળી હતી.
સ્થાનીક સ્વરાજયની કાયદેસરની ચૂંટણીઓ થતાં મહિસાગર જિલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગઇ છે. માત્ર ૨ સીટોથી ભાજપે જિલ્લા પંચાયતમાં મહિસાગર ગુમાવી છે. અને કોંગ્રેસ જિલ્લા પંચાયત બનાવી છે. મહિસાગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને ફાળે ૩ તાલુકા પંચાયતો બનવા પામેલ છે. કોંગ્રેસ ભાજપને પછડાટ આપી લુણાવાડા સંતરામપુર વિરપુર તા.પં.હાંસલ કરેલ છે.
જયારે ભાજપે બાલાશિનોર ખાનપુર તા.પંચાયત તેના ભાગે હસ્તગત કરી જીતી છે. બાલાશિનોર તાલુકા પંચાયત ભાજપની બનતા બાલાશિનોરના કોંગ્રેસ ધારાસભ્ય માનસિંહ ચૌહાણના ગઢમાં ગાબડું પડયું છે. જયારે ખાનપુર તા.પંચાયત લુણાવાડા ૧૨૨ વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય હિરાભાઇ પટેલના મત વિસ્તારમાં બનવા પામેલ છે. આમ બાલાશિનોર ખાનપુર તા.પંચાયતો આ અગાઉ પણ ભાજપની જ હતી તે ભાજપે જાળવી રાખી છે.
કડાણા તા.પંચાયતમાં ભાજપ ૯ તથા કોંગ્રેસ ૯ સીટો તેમજ ૨ સીટો અપક્ષને ભાગે આવતા રસાકસીભર્યા ચૂંટણી જંગમાં બે અપક્ષોએ કોંગ્રેસ તથા ભાજપની બાજી બગાડી નાંખી છે હવે અપક્ષો ૨ જયાં ઢળે તેની તા.પં. બનશે.
આમ મહિસાગર જિલ્લામાં ભાજપનું સંગઠન મજબુત હોવા છતાં ભારે માર ખાઇ જવાથી જિલ્લા પંચાયત મહિસાગર તથા તેના અંદરની ત્રણ તા.પંચાયતો કોંગ્રેસની બની જવા પામેલ છે. મહિસાગર જિલ્લા પંચાયતની કુલ ૨૮ સીટોમાંથી કોંગ્રેસને ભાગે ૧૬ સીટો આવતા કોંગ્રેસ તરફી વાતાવરણ જોશભેર ઉત્સાહ ઉમંગ મનાવી રહયું છે.
મહીસાગરમાં પાટીદાર ફેકટરની મહત્વની ભૂમિકા રહી હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.

You might also like