મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી બાળકો માનસિક રોગી બની રહ્યાં છે

રાંચી: શું તમારું બાળક તમારી વાત સાંભળતું નથી? ચીડિયા સ્વભાવનું થઈ ગયું છે ? તેમના મિત્રોથી દૂર રહેવા લાગ્યું છે? તેને ધુંધળું દેખાવા લાગ્યું છે? ભણવામાં કે રમવામાં તેનું મન લાગતું નથી? જો તમારા બાળકમાં આવી સમસ્યા જોવા મળતી હોય તો તેને તરત જ નિષ્ણાત તબીબને બતાવી દેજો કારણકે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી તમારા બાળકને માનસિક રોગની અસર થઈ શકે છે. મોબાઈલ એડિકશન અેટલે કે મોબાઈલ,ટેબ અને સ્ક્રીનની આદતની તેના પર ખરાબ અસર પડી શકે તેમ છે.

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર ૧૦થી ૧૫ વર્ષનાં બાળકો મોબાઈલ એડિકશનના કારણે ડિપ્રેશન, એન્ગઝાઈટી, એટેચમેન્ટ ડિસ ઓર્ડરઅને માયોપિયા જેવી બીમારીનાં ચકકરમાં આવી રહયા છે. રાંચીની જાણીતી મનોચિકિત્સા સંસ્થા રિનપાસ અને સીઆઈપીના આંકડાને સાચા માનીએ તો દર માસ આ પ્રકારની ફરિયાદથી પીડાતાં ૨૦૦થી વધુ બાળકો આવી રહ્યાં છે,તેનું મુખ્ય કારણ માત્ર મોબાઈલ ફોનનો ઉપયોગ છે.

બે કલાકથી વધુ ફોનનો ઉપયોગ કરવા ન દેવો
જો બાળકો દરરોજ બે કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરતાં હોય તો તેમને આ રીતે ઉપયોગ કરવા ન દેવો. કારણ કે તેની સીધી અસર તેના મગજ પર પડે છે. અને તેના શારીરિક વિકાસ પર પણ અસર પડે છે. ડોકટરોનું કહેવું છે કે બાળક જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે તે તેમાં ખોવાઈ જાય છે. જેમાં ગેઈમ્સને કારણે બાળક સતત તેમાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત મોબાઈલમાં વોટ્સએપ, ટિવટર અને ફેસબુક જેવી લત તેના માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. આવી લતના કારણે તેઓ અજાણ્યા લોકોના સંપર્કમા આવી જાય છે. અને નાદાનીમાં થતી માહિતીની આદાનપ્રદાનની બાબત તેમના માટે ઘણી વખત ઘાતક સાબિત થતી હોય છે. મોબાઈલનો સતત ઉપયોગ બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

માયોપિયા (દૃષ્ટિની ખામી) થઈ શકે છે
જો બાળક દરરોજ બે કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે તો તેને ભવિષ્યમાં આંખની દૃષ્ટિ પર અસર પડી શકે છે ેતના કારણે તેને માયોપિયા થઈ શકે છે. તેથી બાળકના આવા શોખ પર જે તે માતા પિતાએ ખાસ વોચ રાખી તેમને વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવવાં જોઈએ.

You might also like