હવે હું માત્ર મારા માટે કામ કરીશ: કંગના

બોલિવૂડની ક્વીન ગણાતી કંગના રાણાવતે જ્યારે ૧૫ વર્ષની ઉંમરમાં ઘર છોડ્યું ત્યારે તેનો ઉદ્દેશ્ય કંઈ મેળવવાનો હતો. તેને કેટલીક વસ્તુઅો માટે સંઘર્ષ પણ કરવો પડ્યો. કોઈ પણ છોકરીને અા ઉંમરમાં અે સંઘર્ષ જરૂર કરવો પડે છે. ત્યારે હું જાણી શકી ન હતી કે હું શું કરી શકું છું. હું ૧૧ વર્ષ બાદ સફળતા અને નિષ્ફળતા મેળવ્યા છતાં પણ નક્કી કરી શકી ન હતી કે મારે શું જોઈઅે છે, પરંતુ ‘મણિકર્ણિકા’ સમયે મને અહેસાસ થયો કે મારે શું જોઈઅે છે. અા મારી જિંદગીનો ખૂબ જ મહત્ત્વનો સમય છે. મેં કૃષને કહી દીધું કે તેઅો છેલ્લા ડિરેક્ટર છે, જેમની સાથે હું કામ કરીશ, કેમ કે ત્યારબાદ હું માત્ર અને માત્ર મારા માટે કામ કરીશ.

કંગના મહિલા કે‌િન્દ્રત ફિલ્મો માટે જાણીતી છે. હાલના સમયમાં તેની એવી તમામ ફિલ્મો ફ્લોપ ગઈ. કંગના કહે છે કે હું બેસીને મોકાની રાહ જોઉં તેવી વ્યક્તિ નથી. ‘મણિકર્ણિકા’ ફિલ્મ બાદ હું ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહી છું. ‘સિમરન’ એક કોમેડી ફિલ્મ હતી. શ્રીદેવી બાદ હું એકમાત્ર એવી અભિનેત્રી છું, જે ફની ફિલ્મો કરે છે. અહીં ફીમેલ કોમે‌િડયન માટે સારો સ્કોપ હોતો નથી. રાજકુમાર હિરાણી સરે કહ્યું હતું કે તેઅો ફીમેલ સ્ટેન્ડઅપ કોમે‌િડયન પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે. હું પણ તેવી ફિલ્મનું નિર્દેશન કરવાનું પસંદ કરીશ. હાલમાં તો હું જો ફિલ્મમાં હોઈશ તો જ તેનું નિર્દેશન કરીશ. હું સહલેખન પણ કરવા ઇચ્છું છું, પરંતુ તે માટે હજુ થોડો સમય લાગશે. •

You might also like