40 વર્ષીય શિક્ષિકાનું 16 વર્ષીય વિદ્યાર્થી પર દિલ આવી જતાં ભગાડી ગઇ

અમદાવાદ: કહેવામાં આવે છે કે પ્રેમની કોઇ ઉંમર હોતી નથી. પ્રેમ ગમે તે ઉંમરે થઇ જાય છે. એવો જ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં 40 વર્ષીય એક શિક્ષિકાને 10મા ધોરણમાં ભણતા 16 વર્ષીય વિદ્યાર્થી સાથે પ્રેમ થઇ ગયો. બંને જૂનના રોજ ઘરેથી ભાગી ગયા છે. શિક્ષિકા બે બાળકોની માતા છે. બંનેના પરિજનોએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અહી વસ્ત્રાલ વિસ્તારમાં કિશન લેંડમાર્ક રેસીડેન્સીમાં રહેનાર ઇશ્વરભાઇ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. શિક્ષિકા મનીષા જોશી બાળકોને ટ્યૂશન કરાવે છે. ઇશ્વર પ્રજાપતિ પણ તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. ગત ત્રણ મહિનાથી તે ઇશ્વરને ભણાવવાની ફી પણ લેતી ન હતી.

રોમલ પોલીસ સ્ટેશનના પીઆઇ પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે બંને એક જૂનથી ઘરેથી ભાગી ગયા, પરંતુ તેમના પરિજનોને ખબર ન હતી કે આ બંને સાથે ભાગ્યા છે. એટલા માટે એકબીજાથી અજાણ બંનેના પરિજનોનએ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પહેલાં તો એવું લાગી રહ્યું હતું કે ઇશ્વરનું અપહરણ થયું છે, પરંતુ પોલીસ તપાઅમાં જાણવા મળ્યું કે ઇશ્વરે ભરૂચના એક પીસીઓમાંથી પોતાના મિત્રને ફોન કર્યો હતો.

પીસીઓના માલિક સાથે પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે એક છોકરો મોટરસાઇકલ પર યુવતી સાથે આવ્યો હતો, ત્યારબાદ પોલીસે ઇશ્વરના કોલ ડિટેલ્સની તપાસ કરી, જેમાં જાણવા મળ્યંિ કે મનીષા અને ઇશ્વર મોબાઇલ પર કલાકો સુધી વાતો કરતા હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા. મોબાઇલ પર બંને ઘરેથી ભાગવાની વાત કરી રહ્યાં હતા. બંને એકબીજાના ઘરેથી ભાગી ગયા. હાલ બંનેની શોધખોળ માટે અલગ-અલગ પોલીસની ટીમો કામ પર લાગી ગઇ છે.

મનીષાના પતિ કનુ જોશીએ પોતાની પત્નીનો બચાવ કરતાં કહ્યું કે મનીષાને બિમારી છે. તેથી તે ઘર છોડીને જતી રહી છે. પહેલાં પણ આવું કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા બે સંતાનોની માતા છે. તેને 12 વર્ષની પુત્રી તથા 10 વર્ષનો પુત્ર છે. તેના પતિ ફાઇનાન્સનું કામ કરે છે. આ ઘટનાની સોસાયટીમાં ચર્ચા થઇ રહી છે.

You might also like