છત્તીસગઠમાં પોલીસકર્મીએ 16 મહિલાઓ પર રેપ : NHRCએ સરકારને જવાબદાર ઠેરવી

રાયપુર : નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશન (NHRC)એ બસ્તરમાં પોલીસ દ્વારા 16 મહિલાઓ સાથે રેપ અને હેરેસમેન્ટને મુદ્દે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. કમીશન મુજબ, આ ઘટનાઓ માટે એક પ્રકારે રાજ્યસરકારને જવાબદાર ઠેરવી હતી. શનિવારે NHRCએ જણાવ્યું કે નવેમ્બર 2015માં બસ્તરમાં થયેલા આદિવાસી મહિલાઓનાં શારીરીક શોષણની માહિતી આપી હતી.

NHRCએ જણાવ્યું કે 34 વધારે મહિલાઓ તરફથી બળાત્કાર સહિતની ફરિયાદો મળી છે. દરેક કિસ્સામાં આરોપી પોલીસ છે. બીજાપુર જિલ્લાનાં પેગદાપલ્લી, ચિન્નાગેલુર, પેદ્દાગેલુર, ગુંડમ અને બર્ગીચેરૂ ગામમાં આ ઘટના બની હોવાનો પોલીસ પર આરોપ છે. NHRC એવા પરિણામ પર પહોંચી છે કે છત્તિસગઢ સરકાર પણ આ ઘટના માટે જવાબદાર છે.

રાજ્ય સરકારનાં મુખ્યસેક્રેટરી દ્વારા જાહેર કરાયેલા પત્રમાં NHRCએ પુછ્યું છે કે સરકાર દ્વારા પીડિતો માટે 37 લાખ રૂપિયાનું વચગાળાનું બજેટ કેમ પાસ નથી કરવામાં આવતું. તેમાંથી બળાત્કારનો ભગ બનેલી 8 મહિલાઓને 3-3 લાખ રૂપિયા, શોષણનો ભોગ બનેલી 6 મહિલાઓને 2-2 લાખ અને બાકી 2 મહિલાઓને 50-50 હજાર રૂપિયા આપવાનો સમાવેશ થાય છે.

You might also like