એક હોસ્પિટલની 16 નર્સ એક સાથે ગર્ભવતીઃ મેનેજમેન્ટ પરેશાન

એરિઝોના: અમેરિકાના મિસા સ્થિત ડેઝર્ટ મેડિકલ સેન્ટરના આઇસીયુમાં ૧૬ નર્સ એક સાથે કામ કરે છે. અહીં એક અજીબ યોગાનુયોગ સર્જાયો છે. આ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટની લગભગ ૧૬ નર્સ હાલમાં પ્રેગ્નન્ટ છે. આ તમામ ઓકટોબરથી જાન્યુઆરીની વચ્ચે બાળકને જન્મ આપશે.

કોઇ ચેપી રોગ ફેલાય એ સમજી શકાય, પરંતુ છેલ્લા છ મહિનામાં એક પછી એક નર્સના પ્રેગ્નન્ટ હોવાના ન્યૂઝ બહાર આવ્યા. હવે આ ડિપાર્ટમેન્ટને લગભગ પોણા ભાગની નર્સ પ્રેગ્નન્ટ છે. આ કારણે હોસ્પિટલ મેનેજમેન્ટની મુશ્કેલી વધી રહી છે.

આ યોગાનુયોગ હોસ્પિટલને થોડો નડયો છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ અમુક ચેપી રોગના દર્દીઓના સંપર્કમાં ન આવવું જોઇએ. તેથી આ તમામ નર્સોને બિનચેપી રોગના વોર્ડમાં શિફટ કરવી પડે તેમ છે.

બીજી તરફ સરકારી નિયમ મુજબ દરેક ગર્ભવતી મહિલાને ત્રણ મહિનાની પેઇડ મેટરનિટી લિવ આપવાની હોય છે. આ તમામ નર્સોની ડિલિવરી એવા સમયે છે જ્યાં તેમને ક્રિસમસની રજાઓ આપોઆપ મળી જાય છે. હોસ્પિટલ ડિરેકટર હિથર ફ્રાન્સિસે જણાવ્યું કે નર્સોની રજાઓ પર જવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ નર્સોની પણ સતત તપાસ કરવામાં આવી રહી છે. આટલી નર્સ એક સાથે ગર્ભવતી થતાં દર્દીઓ પણ હેરાન થયા છે. આવતા અઠવાડિયે હોસ્પિટલમાં ૧૬ નર્સની બેબી શાવર પાર્ટી એક સાથે ગોઠવવામાં આવી છે.

You might also like