અફઘાનિસ્તાનમાં બોમ્બ નિષ્ક્રિય કરવા દરમિયાન 16ના મોત

દક્ષિણી અફઘાનિસ્તાનમાં મંગળવારે એક નાની વાનમાં ભરેલા વિસ્ફોટને નિષ્ક્રિય કરવા દરમિયાન બ્લાસ્ટ થતાં 16ના મોત નિપજ્યા છે. આ દૂર્ઘટનામાં 38 લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજબ આતંકીઓ રમઝાન મહિના અંતે ભીડ વચ્ચે મોટો હુમલો કરવાની સાજિશ કરી રહ્યા હતા, જ્યારે લોકો ઇદની ખરીદવા પોત-પોતાના ઘરમાંથી બહાર નીકળ્યાં હતા. જો કે હજુ સુધી આ બ્લાસ્ટને લઇને કોઇ ગ્રુપે જવાબદારી સ્વીકારી નથી.

પ્રાંતીય ગર્વનરના પ્રવક્તા દાઉદ અહમદીએ જણાવ્યું કે કંધારના જે બસ સ્ટેશન પાસે વાન ઉભી હતી ત્યાં સુરક્ષા દળોએ આ વિસ્તારને પહેલાથી ખાલી કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ ઘણો ભયંકર હતો અને વિસ્તારને ખાલી કરાવ્યો હોવા છતાં ત્યાંથી પસાર થઇ રહેલા લોકો તેનો શિકાર બન્યા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે જ્યારે સુરક્ષાદળોએ જ્યારે વાનમાં રહેલ વિસ્ફટકોને નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ બ્લાસ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં ચાર સુરક્ષાકર્મી અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે 10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

આ ઘટનાસ્થળ પર બે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે. સુરક્ષાદળોને ઘટનાસ્થળ પરથી વિસ્ફોટ ભરેલું એક મોટુ કન્ટેનર મળ્યુ છે. તે સિવાય રોકેટ લોન્ચર, આત્મઘાતી જેકેટ અને કારતૂસ મળ્યાં છે. જો કે મળતાં અહેવાલ મુજબ આતંકીઓ કાબુલમાં મોટો હુમલો કરવાની સાજીસ રચી રહ્યાં છે.

You might also like