16માં આઈફા એવોર્ડ: કંગના બની ક્વીન, શાહીદ બેસ્ટ એક્ટર  

કુઆલાલ્મપુરઃ મલેશિયામાં આયોજીત થયેલા 16માં આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી (IIFA) ઍવોર્ડ 2015ની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે ક્વીન બનેલી કંગના રાણાવતે તેના અભિનય અને અદાઓથી તમામ લોકોનું દિલ જીતવામાં સફળતા મેળવી લીધી છે. કંગનાને તેની ક્વીન ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે હૈદર ફિલ્મમાં અફલાતુન અભિનય કરીને શાહીદે બાજી મારી લેતા તેને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
 
કંગનાની જ ફિલ્મ ક્વીનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. જ્યારે આમિરની ફિલ્મ પીકે માટે રાજકુમાર હિરાનીને બેસ્ટ ડાઈરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. નવોદિત કલાકાર માટેનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને મળ્યો છે. જ્યારે કોમેડી માટેનો બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ એવોર્ડ વરુણ ધવનને મળ્યો છે. આ વખતે આમિરની પીકે જેવી ધુરંધર ફિલ્મ સ્પર્ધામાં હોવા છતાં કંગનાની ક્વીન ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવી ગઈ હતી. આઈફા એવોર્ડ સમારંભમાં અન્ય એવોર્ડની માહિતી નીચે મુજબ છે.
 
બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ –   કે કે મેનન (હૈદર)
બેસ્ટ ડેબ્યુ (મેલ)-  ટાઈગર શ્રોફ (હીરોપંતી)
બેસ્ટ ડેબ્યુ (ફીમેલ)- કૃતિ સેનન (હીરોપંતી)
બેસ્ટ પરફોર્મન્સ ઈન કોમિક રોલ – વરુણ ધવન (મે તેરા હીરો)
બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ – તબ્બુ (હૈદર)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ – રિતેશ દેશમુખ (એક વિલન)
બેસ્ટ એક્ટર (મેલ)- શાહીદ કપૂર (હૈદર)
બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) – કંગના રાણાવત (ક્વીન)
લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ – સુભાષ ઘાઈ (ડાઈરેક્ટર, પ્રોડ્યુસર)
બેસ્ટ ફિલ્મ- ક્વીન
બેસ્ટ ડાઈરેક્ટર – રાજકુમાર હીરાની (પીકે)
વુમન ઓફ ધ યર- દીપિકા પાદૂકોણ (હેપ્પી ન્યુ યર, ફાઈન્ડિંગ ફેની)
બેસ્ટ રીજીયોનલ ફિલ્મ – લય ભારી (મરાઠી)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- અંકિત તિવારી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર- કનિકા કપૂર (બેબી ડોલ)
બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર- શંકર અહેસાન લોય (2 સ્ટેટ્સ)
બેસ્ટ સ્ટોરી- વિકાસ બહલ, ચૈતલ્ય પરમાર, પરવેઝ શેખ (ક્વીન)
બેસ્ટ ડેબ્યુ ઈન ડાઈરેક્શન – સાજિદ નડિયાદવાલા (કિક), ઓમંગકુમાર (મેરી કોમ)

You might also like