7 હજાર ચીનીઓની સુરક્ષા કરી રહ્યા છે 15 હજાર પાકિસ્તાન જવાન

ઇસ્લામાબાદ: ચીન પાકિસ્તાન ઈકોનોમી કોરિડોર (સીપીઇસી) પર કામ કરી રહેલા દરેક ચીની નાગરિકની સુરક્ષા માટે બે બે પાકિસ્તાની જવાનોને મુકવામાં આવ્યા છે. જેના ઉપરથી જાણી શકાય છે કે આ પ્રોજેક્ટ પર કેટલો ગંભીર ખતરો છે, જયારે ચીન પાકિસ્તાનને “સૌથી સારા સહયોગી” માનીને ચાલી રહ્યું છે.

પ્રોજેક્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ પછી પાકિસ્તાનને સીપીઇસી પર કામ કરી રહેલા ૭,૦૩૬ ચીની નાગરિકો માટે ૧૪,૫૦૩ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવા માટે મજબૂર કરી દીધા છે. આ પ્રોજેક્ટમાં સૌથી વધારે હુમલા પંજાબમાં થયા છે, જ્યાં મોટા પાયા પર જેહાદીઓના તાલીમી અડ્ડાઓ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અપાયેલા લેખિત જવાબમાં કહ્યું છે કે, ૭૦૩૬ ચીની કામદારોની સુરક્ષા માટે પંજાબમાં ૬૩૬૪, બલુચિસ્તાનમાં ૩૧૩૪, સિંધમાં ૨૬૫૪, રવ્યાબારમાં ૧૯૧૨ અને ઈસ્લામાબાદમાં ૪૩૯ જવાન સુરક્ષા કરી રહ્યાં છે. આ માહિતી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સદસ્ય શાહિદા રહેમાનના પ્રશ્નના જવાબમાં અપાઈ હતી.

આ મહત્વપૂર્ણ કોરિડોરને બલુચી રાષ્ટ્રવાદીઓથી ખતરો છે, જેમણે પ્રોજેક્ટને ઘણી વખત નિશાન બનાવ્યો છે. આ ઉપરાંત તાલીબાની જૂથ પણ આ પ્રોજેક્ટને નુકશાન પહોચાડી શકે છે, તેઓએ પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની ઓફિસરોને અગાઉ અપહરણ કરી ચુક્યા છે. બે હજાર કિલોમીટર લાંબા સીપીઇસી પ્રોજેક્ટને પાકિસ્તાન માટે ‘ગેમ ચેન્જર’ના રૂપમાં જોવામાં આવી રહ્યો છે, જે ચીનના કશગરથી બલુચિસ્તાનના ગ્વાદર બંદરથી જોડીને આર્થિક ઢાંચાને મજબૂત કરશે. પરંતુ આ પ્રોજેક્ટ પર કેટલાય સંગઠનોની ત્રાસી નજર છે. આ કોરીડોરની રાજનીતિક મહત્વતા પણ ઓછી નથી, કારણ કે આના મારફતે ગિલગિત બાલ્ટીસ્તાનથી થઈને કકોરમ હાઇવેને ફરીથી બનાવવામાં આવી રહ્યો છે, જેના મારફત ચીનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસવાનો રસ્તો મળી જશે.

પાકિસ્તાનની માટે ગ્વાદર બંદર એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ ઈરાનમાં ભારત દ્વારા બનાવાયેલા ચબાહાર બંદરથી બહુ દુર નથી. ચબાહાર પ્રોજેક્ટ દ્વારા ભારતને બંદરગાહ રોડ લીંક મારફત અફઘાનિસ્તાન પહોંચવાનો રસ્તો મળી જશે. સીપીઇસી પ્રોજેક્ટનું વિતરણ એ પણ દર્શાવે છે કે કોરિડોરના વિભિન્ન ભાગોને ખતરો છે. ૩૩૦ સીપીઇસી પ્રોજેક્ટમાંથી માત્ર આઠ જ બલુચિસ્તાનમાં છે, જ્યાં અલગાવવાદી કોરીડોરનો વિરોધ કરી રહ્યાં છે.

પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે, હુમલાઓ પર કાબૂ મેળવી લીધો છે. નવ કંપોઝીટ ઈન્ફ્રેટ્રી બટાલિયન અને છ સિવિલ આર્મ્ડ ફોર્સ વિંગ્સની એક ખાસ સુરક્ષા ડિવિજનને આ કોરિડોરના નિર્માણની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

You might also like