નૌસેનામાં આજથી સમાવાયું દેશનું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ

મુંબઇ : મુંબઇમાં નૌસેનાએ ગાઇડેડ મિસાઇલ વિનાશક જહાજ મોરમુગાઓને સમુદ્રમાં ઉતાર્યું હતું. આ જહાજ પ્રોજેક્ટ 15બીનું બીજુ ગાઇડેડ મિસાઇલ વિનાશક જહાજ છે. તેનું નિર્માણ મઝગાંવ શિપયાર્ડમાં કરવામાં આવ્યું છે. આ મિસાઇલ વિધ્વંસક પ્રોજેક્ટ 15બી શ્રેણીનું બીજુ જહાજ છે. તેનું નિર્માણ મઝગાંવ શિપયાર્ડમાં કરવામાં આવ્યું છે. આ ટેકનીકની દ્રષ્ટિએ ભારતનું અત્યાર સુધીનું સૌથી આધુનિક યુદ્ધજહાજ છે.

યુદ્ધ જહાજની વિશેષતાઓ
* મોરમુગાઓ નૌસેનાનાં કોલકત્તા ક્લાકનું એવું બીજુ વિનાશક જહાજ છે જે બનીને તૈયાર થયું છે. આ ક્લાસનું પહેલુ જહાજ વિશાખાપટ્ટનમ પણ બનીને તૈયાર થનારૂ છે.
* આ યુદ્ધજહાજ ચાર યૂક્રેનિયન ગેસ ટર્બાઇન એન્જિન લાગેલા છે.જે તેને 56 કિલોમીટર પ્રતિકલાકની સ્પિડે આપવા માટે તૈયાર છે.
* આ જહાજ મિસાઇલને ભરમમાં નાખવા સક્ષમ છે કારણ કે તેને સ્ટેલ્થ ટેકનીકથી બનાવવામાં આવ્યું છે.
* આ યુદ્ધજહાજ પરમાણુ, જૈવિક અને રસાયણીક યુદ્ધનાં સમયે પણ બચાવ કરવામાં સક્ષમ છે.
* યુદ્ધ જહાજનું વજન 73 સૌ ટન અને લંબાઇ 163 મીટર છે. તે 65 ટકા સ્વદેશી છે. તેમાં લગાવાયેલા તમામ હથિયારો પણ સ્વદેશી હશે.
* આ જહાજની રફતાર 56 કિલોમીટર પ્રતિકલાક છે અને તે 75 હજાર વર્ગ કિલોમીટર સમુદ્રી વિસ્તારનું ધ્યાન રાખવા સક્ષમ છે.
* એવું કહેવાઇ રહ્યું છેકે આ જહાજપર 50 અધિકારીઓ સહિત 300 નૌસૈનિકો ફરજ બજાવશે.
* તેને ભારતમાં જ નિર્મિત દુનિયાની એકમાત્ર ક્રુઝ બેલેસ્ટિક મિસાઇલ, બ્રહ્મોસથી લેસ કરવામાં આવ્યું છે.
* મોરમુગાઓમાં ઇઝરાયલનાં મલ્ટી ફંક્શન સર્વિલાન્સ થ્રેટ એલર્ટ રડાર એમએફ-સ્ટાર લગાવાયું છે જે કેટલાક કિમી દુરથી હવામાં રહેલા લક્ષ્યને ઓળખવા માટે સક્ષણ છે.
* આ યુદ્ધજહાજમાં ચાર યુક્રેનિયન ગેસ ટર્બાઇન એન્જિન લાગેલા છે જે તેને 30 નોટ (લગભગ 56 કિલોમીટર કલાક)ની ઝડપ આપે છે અે દુશ્મનનાં રડારથી બચવામાં પણ સક્ષણ છે.

You might also like