અશ્વેતોના વોટ્સ માટે ટ્રમ્પની ટીમે પાંચ લાખ ડોલરની ઓફર કરી હતીઃ રેપર

નવી દિલ્હી: એક રેપરે એવો દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે તેમને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અભિયાનમાં પર્ફોર્મ કરવા માટે પાંચ લાખ ડોલર (રૂ. ત્રણ કરોડ)ની ઓફર કરી હતી. ‘ધ ગાર્ડિયન’ના એક અહેવાલ અનુસાર રેપરે આ અઠવાડિયે યુએસ રેડિયો સ્ટેશન હોટ ૯૭ પર આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો પર્દાફાશ કર્યો છે. આ રેપરનું સાચું નામ કા‌િર્ટસ જેક્સન છે. રેપરે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે અશ્વેતના વોટ્સ મેળવવા તેમને રૂ. ત્રણ કરોડની ઓફર કરી હતી, જોકે મેં આ ઓફર ફગાવી દીધી હતી, કારણ કે મને ડર હતો કે તેનાથી મારી ઈમેજ ખરાબ થશે. રેપરે યુએસના એક ચેટ શોમાં ટ્રમ્પ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે અમે તેમનાથી છુટકારો મેળવવા માગીએ છીએ.

You might also like