બે દિવસ પહેલાની આ FB પોસ્ટ જોઈ હોત, તો રેલવે દુર્ઘટના ટાળી શકાઈ હોત

મુંબઈના એલફિંસ્ટન રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગની દુર્ઘટનાને રેલવે તંત્ર બે દિવસ પહેલા ટાળી શક્યું હોત, તેવો ખુલાસો થયો છે. હકીકત એવી છે કે બે દિવસ પહેલા આ જ ફૂટઓવર બ્રીજ પરની ભીડની એક તસવીર શેર કરવામાં આવી હતી. જો તંત્રે આ તસવીર પર ધ્યાન આપ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

My medical mantraના સીનિયર એડિયર સંતોષ આંધલેએ બે દિવસ પહેલા ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘Pls do something.’

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સંતોષે ફોટો શેર કર્યો હતો ત્યારે પણ બ્રીજ પર ખૂબ ભીડ જોવા મળી રહી હતી, અને આ બ્રીજ 106 વર્ષ જૂનો છે. જેના પર ફરીથી રેલવે તંત્ર તરફથી કોઈ સમારકામ થયું નથી.

ઘટના બાદ અન્ય એક નાગરિકનું કહેવું છે કે, ‘રેલવે પાસે પણ એક બ્રીજ અડધો બનાવીને મૂકી દેવામાં આવ્યો છે. ઓફિસ હવર્સ પર હંમેશા આ બ્રીજ પર ભીડ રહેતી હોય છે અને જોખમ રહેતું હોય છે.’

એલફિંસ્ટન દુર્ઘટનાના સાક્ષી કિશોર ઠક્કરે જણાવ્યું કે, ‘6 મહિના પહેલા આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પગલાં ભરવામા આવ્યા ન હતા.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, ઘટના બન્યા બાદ રેલવેને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ અડધો કલાક સુધી પ્રશાસનની મદદ પહોંચી ન હતી.

You might also like