સુરત ખાતે યોજાયેલ મહામના ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમનો કરાયો વિરોધ

સુરત રેલવે સ્ટેશન ખાતે મહામના ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવતાં રેલવે સ્ટેશન પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. મહામના ટ્રેનને લીલીઝંડી અપાય તે પહેલાં જ ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉત્તરભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા સંઘર્ષ સમિતિના સભ્યો સાથે પણ ધક્કામુક્કિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રેલ રાજ્યમંત્રી મનોજસિન્હા દ્વારાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સંઘર્ષ સમિતિના કાર્યકરોને પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. મહામના ટ્રેનને લીલીઝંડી આપવાના કાર્યક્રમમાં થયો વિરોધ. સુરતમાં ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી આ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. અને રાષ્ટ્રની સેવામાં એક ટ્રેન ઉમેરાઇ હતી.

 

You might also like