‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ની હેટ્રિકઃ ભારતમાં ત્રણ દિવસમાં 157.20 કરોડનો બિઝનેસ

હોલિવૂડની ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ ફિલ્મે ઈન્ડિયામાં ત્રણ દિવસમાં ૧૫૭.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હિંદી, ઈંગ્લિશ, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરાયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા છે. સુપર હીરોઝની આ ફિલ્મ સિરીઝ ભારતીયોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે ૫૩.૧૦ કરોડ, બીજા દિવસે ૫૧.૪૦ કરોડ અને રવિવારે ૫૨.૭૦ કરોડ રૂપિયાની સાથે ટોટલ ૧૫૭.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સિરીઝની અગાઉની ફિલ્મ એટલે કે ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોર’ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં ટોટલ ૯૪.૩૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.

‘એન્ડ ગેમ’એ કરેલા બિઝનેસે હોલિવૂડની સાથે બોલિવૂડની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં પહેલા ત્રણ દિવસ સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ ‘બાહુબ‌િલઃ ધ કન્ક્લૂઝન’ છે. આ ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં ૧૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’એ એ પણ સાબિત કરી દીધું છે કે કોઇ પણ ફિલ્મને બિઝનેસ કરવા માટે કોઇ તહેવારે રિલીઝ કરવી જરૂરી નથી.

ઓપનિંગ વીકએન્ડમાં સૌથી વધુ બિઝનેસ કરનારી બોલિવૂડની ફિલ્મોનો પણ આ ફિલ્મે રેકોર્ડ તોડી દીધો છે. ‘સુલતાન’ ફિલ્મે પહેલા પાંચ દિવસમાં ૧૮૦.૩૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘એવેન્જર્સ એન્ડ ગેમ’એ માત્ર ૩ દિવસમાં ૧૫૭.૨૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મે પહેલા ૪ દિવસમાં ૧૨૯.૭૭ કરોડનો બિઝનેસ કર્યો હતો.

‘બાહુબ‌િલઃ ધ કન્કલૂઝન’એ વીકએન્ડમાં ૧૨૮ કરોડ, ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’એ પહેલા ૪ દિવસમાં ૧૨૩ કરોડનો બિઝનેસ કર્યો હતો, ‘સંજુ’ ફિલ્મે ૧૨૦.૦૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ટાઇગર અભી જિંદા હૈ’ ફિલ્મ વીકએન્ડમાં ૧૧૪.૯૩ કરોડનો અને ‘પદ્માવત’એ ૧૧૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘હેપી ન્યૂ યરે’ ઓપનિંગ વીક એન્ડમાં ૧૦૮.૮૬ કરોડનો અને ‘ધૂમ-૩’એ ૧૦૭.૬૧ કરોડનો બિઝનેસ કર્યો હતો.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago