Categories: Gujarat

શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન

અમદાવાદ: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રવિવારે થયેલા મતદાનમાં એકંદરે શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન સંપન્ન થયું હતુ. બપોરના ૧૨ વાગ્યા સુધી એકંદરે ધીમું મતદાન જોવા મળ્યું હતુ. પરંતુ બપોર બાદ મતદાનમાં નોંધપાત્ર વધારો થતા સાંજે પાંચ કલાકે મતદાન પૂરુ થતા અંદાજે સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. રાજ્યની છ મહાનગર પાલિકા બાદ આજે યોજાયેલી ૨૩૦ તાલુકા પંચાયત, ૩૧ જિલ્લા પંચાયત અને ૫૬ નગરપાલિકાની ચૂંટણી માટે સવારે આઠ કલાકથી મતદાન શરૂ થયુ હતુ.

આ મતદાન દરમિયાન બપોરના ૧૨ વાગ્યા સુધી મતદાન માટે ખાસ ધસારો જોવા મળ્યો ન હતો. શરૃઆતના બે કલાકમાં સાત થી આઠ ટકા મતદાન થયું હતુ. પંરતુ જેમ જેમ બપોરનો સમય થયો તેમ મતદાન માટે વિવિધ બૂથ પર મતદારોની ભીડ જામવા લાગી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં આજે મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો અને વયોવૃદ્ધ મતદારોએ પણ તેમની મત આપવાની ફરજ અદા કરી હતી. બપોરના બે વાગ્યા સુધીમાં ૩૫ થી ૪૦ ટકા મતદાન થયું હતુ. જોકે બપોર બાદ જે તે બૂથ પર ધીમેધીમે મતદારોની લાઈનો વધવા લાગી હતી.

અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતુ. જેમાં ધોળકા, બાવળા, ધંધુકા, ધોલેરા તેમજ અન્ય સીટ પર અંદાજે સરેરાશ ૬૫ ટકા મતદાન થયું હતુ. જ્યારે નવી બનેલી બોપલ-ઘુમા નગર પાલિકા માટે પણ મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતુ. દસ્ક્રોઈમાં પણ સવારથી જ મતદારોમાં મતદાન માટે આનંદ જોવા મળતો હતો. દરમિયાન અમુક સિનિયર સિટીઝન મતદારોએ પણ વાહનો કે તેમના પરિવારજનોની મદદથી જે તે બૂથ પર પહોંચી જઈ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યાે હતો. અને લોકશાહી તંત્રને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતુ. તો બીજી તરફ પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોમાં પણ મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા યુવા મતદારો બપોર બાદ વધુ પ્રમાણમાં વોટિંગ માટે આવ્યા હતા.

રવિવારે સવારના બે કલાકમાં મતદાનની ટકાવારી ઓછી જોવા મળી હતી. જોકે બપોરના બે વાગ્યા બાદ તેમાં ક્રમશઃ વધારો થયો હતો. ખાસ કરીને અંતિમ બે કલાકમાં મોટાભાગના બૂથ પર મતદાન માટેની કતારો લાંબી થતી જોવા મળી હતી. છેલ્લાં બે કલાકમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા જેટલું વોટિંગ થયું હતુ. જેના કારણે હાલ બંને પક્ષ તરફથી વિજયના દાવા થઈ રહ્યા છે.

અમદાવાદ જિલ્લામાં ૬૫ ટકા વોટિંગ
રવિવારે થયેલા મતદાન દરમિયાન એક બે નાની ઘટનાને બાદ કરતા રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરુ થતા તંત્રએ રાહત અનુભવી હતી. અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૬૫ ટકા મતદાન થયું હતુ. જોકે મતદારોના નામ રદ થવા અને ઈવીએમ ખોટકાવાઈ જવાને કારણે મતદાન પ્રક્રિયા પર થોડી અસર થઈ હતી. આ સિવાય અન્ય કોઈ અનિચ્છનીય ઘટના કે ગરબડ કે ગેરરિતીના બનાવો નોંધાયા ન હતા.

મતદારોનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ
રાજ્યમાં આજે યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં – નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી મતદાનમાં રાજ્યના મતદારોએ ઉત્સાહપૂર્ણ મતદાન કરીને લોકશાહીની આ પાયાની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયાને સારો પ્રતિસાદ આપ્યો છે, તે માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યના સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપીને ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થયા વગર રાજ્યમાં આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે તેનો હર્ષ પણ તેમણે વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સૌ કર્મયોગીઓ, અધિકારીઓની ફરજ નિષ્ઠા અને કાર્યદક્ષતાની પણ સરાહના કરી છે.

વિકાસલક્ષી શાંતિપૂર્ણ મતદાન બદલ આભાર માનતા આર. સી. ફળદુ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુએ આજે રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાઓ માટે યોજાયેલ મતદાનમાં શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો. ફળદુએ જિલ્લા-તાલુકા અને નગરપાલિકા વિસ્તારના મતદારોએ કરેલ આજના મતદાનથી વિકાસની પ્રક્રિયાને વધુ વેગ મળશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આજનું મતદાન ભાજપાની વિચારધારા અને રાજ્ય સરકારની તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રજાલક્ષી કામગીરીનું સમર્થન છે.

આજનું મતદાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મજબૂતી બક્ષનારું વિકાસલક્ષી મતદાન છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપાનો કેસરીયો લહેરાશે. ફળદુએ પુનઃ મતદારોને શાંતિપૂર્વક મતદાન કરવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યની જનતાને ભાજપામાં પૂરો ભરોસો છે, જનસમાજની આકાંક્ષાઓની પૂર્તિ એ ભાજપાની પ્રતિબદ્ધતા છે. રાજ્યના મતદારો પુનઃ ભાજપાને વિજય અપાવી વિકાસની પ્રક્રિયા આગળ ધપાવશે.

એહમદ પટેલ-કોંગ્રેસના નેતાઓએ પોતાના વિસ્તારમાં મતદાન કર્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના અગ્રણીઓ રવિવારે પોતાના વિસ્તારમાં નિયત સમયે મતદાન કર્યું હતું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ર૩૦ તાલુકા પંચાયત અને પ૬ નગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના અગ્રણીઓ પોતાના વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેના અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદ પટેલ સવારે ૧૧-૩૦ કલાકે પીરામણ, ભરૃચ ખાતે મતદાન કર્યું હતું.

જ્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સવારે નવ કલાકે બૂથ નંબર ર/૮, ગ્રામ પંચાયત ઘર પાસે, દેદરડા, તા. બોરસદ ખાતે મતદાન કર્યું હતું. પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સવારે સાડા નવ કલાકે સ્વામિનારાયણ મંદિરની વાડી, નિલકંઠ સોસાયટી પાસે, ડભોઈ ખાતે, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સવારે સવા આઠ કલાકે મોઢવાડા ગામ, પોરબંદર ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી સવારે સાડા નવ કલાકે દક્ષિણા હાઈસ્કૂલ, વ્યારા ખાતે અને એઆઈસીસીના મંત્રી ઈરશાદ બેગ મિરઝા સવારે ૧૧ કલાકે મોડાસા કોલેજ કેમ્પસ, મોડાસા ખાતે પોતાનો મત આપ્યું હતું.

આ ઉપરાંત એઆઈસીસીના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી ખાતે બૂથ નંબર-૯, ખેતીવાડી બીજ નિગમ પ્રયોગશાળા, સરદાર ચોક ખાતે સવારે આઠ કલાકે મતદાન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે ખેડબ્રહ્માના પરવથ ગામે સવારે દસ કલાકે મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

સિદ્ધપુરના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સવારે ૧૧ કલાકે મતદાન કર્યું હતું. વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને વિરમગામના ધારાસભ્ય ડૉ. તેજશ્રીબહેન પટેલે ઢાંકડી ગામે સવારે સાડા નવ કલાકે મતદાન કર્યું હતું.

admin

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

16 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

16 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

16 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

16 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

16 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

16 hours ago