ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે લડી શકે છે “AAP” પાર્ટી, પસંદગીની સીટ પર ઉતારી શકે છે ઉમેદવાર

આમ આદમી પાર્ટી એક વાર ફરીથી હવે દિલ્હી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે આ પાર્ટી ફરી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર “આપ” ગુજરાતમાં કેટલીક પસંદ કરાયેલી સીટો પર ચૂંટણી લડી શકે છે.

ગોપાલરાય પહોંચ્યા ગુજરાત

સૂત્રોએ કહ્યું કે પાર્ટીનાં ગુજરાત પ્રમુખ ગોપાલ રાય રાજ્યમાં છે. એમની સ્થાનીય નેતાઓ સાથેની મીટિંગ શરૂ થઇ ગઇ છે. એની સાથે જ તેઓ પાર્ટીનાં કાર્યકર્તાઓની સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ વખતે પાર્ટીએ ગુજરાતમાં કેટલીક સીટો પરથી ચૂંટણી લડવાનું મન પણ બનાવી લીધું છે. આથી એવી પણ સંભાવના હોઇ શકે છે કે ગોપાલરાય એની તૈયારી માટે જ અહીં ગુજરાત આવ્યા હોય.

પંજાબમાં પણ “આપ” પાર્ટી કરી ચૂકી છે અનેક પ્રયત્નો

આમ આદમી પાર્ટી આ પહેલાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રયાસ કરી ચૂકેલ છે. પરંતુ ત્યાં આપને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પહેલાં પાર્ટીનો દાવો હતો કે તે વિધાનસભાની બધી જ સીટો પર કબ્જો કરી લેશે પરંતુ આમ આદમી પાર્ટીનો આંકડો 20થી ઉપર પણ પાર ન થઇ શક્યો.

વધુમાં જણાવીએ તો પેટાચૂંટણીમાં “આપ” પાર્ટી જીતથી ગદગદ થઇ ગઇ હતી જ્યારે BJPએ સ્વીકારી હતી હાર

“આપ” પાર્ટી માટે ગુજરાતની ચૂંટણી નહીં હોય આસાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે જીત હાંસલ કરવી એ એક પડકારરૂપ સાબિત થઇ શકે છે. પરંતુ હાલ રાજ્યમાં ભાજપ સરકાર છે. ને એમાંય ભાજપની સ્થિતિ હાલ અહીં સૌથી મજબૂત છે. બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદીનું આ ગૃહ રાજ્ય પણ છે. એવામાં “આપ”નાં માટે આ ચૂંટણી આસાન નહીં હોય.

વધુ જોઇએ તો દિલ્હી હાઇકોર્ટથી “આપ”ને રાહત, પાર્ટી દફ્તરની ફાળવણી રદ કરવાનો LGનો નિર્ણય રદ

“આપ” પાર્ટીની પસંદ કરેલ સીટો પર લડવા માટેનાં હોઇ શકે છે આ કારણ

આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ગુજરાતમાં એવું નહીં ઇચ્છે કે જેવી તેની પંજાબમાં ચૂંટણી વખતે હાલત થઇ હતી. આથી સંભવિત છે કે પાર્ટી માત્ર પસંદ કરાયેલ સીટો પરથી જ ચૂંટણી લડી રહી છે અને આ સીટ પરની જીત અથવા હાર પાર્ટીનાં લોકોને સમજવામાં મદદ કરશે અને આ આધાર પર પાર્ટી રાજ્યનાં માટે પોતાની રણનીતિ પણ તૈયાર કરી શકે છે.

You might also like