હવે મિડલ ક્લાસના લોકો પણ મોટી ફાંદવાળા થયા

પહેલાના જમાનામાં મોટી ફાંદ ધરાવનારા લોકોને શેઠ કહેવાતા. એવું માનવામાં અાવતું કે ખાધે-પીતે સુખી ઘરના લોકો ફાંદાળા હોય છે. જોકે હવે મધ્યમ કે ઓછી અાવક ધરાવતા લોકોમાં પણ ફાંદ વધી ગઈ છે. હવે અમિર લોકોને ફાંદ સાથે કોઈ લેવા દેવા નથી. ઓડિસાની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ તેમજ અમેરિકાની યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કાના રિસર્ચરોએ મળીને અા સંશોધન કર્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતની ઈકોનોમીમાં અાવેલા ઉછાળાના કારણે સમાજના લગભગ તમામ વર્ગમાં ઓબેસિટી અને ફાંદ વધવાનો પ્રમાણ વધી ગયું છે. પેટ ફરતેની ચરબી ઓલ ઓવર ચરબી કરતા નુકસાનકારક છે.

You might also like