આમીર ખાનને લપડાક, સલમાનની ફિલ્મે ‘3 ઇડિયટ્સ’ને પછાડી

સુપરસ્ટાર સલમાન ખાનની દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો 200 કરોડની કલબમાં પહોંચી ગઇ છે. આ ફિલ્મે ભારતમાં જ 200 કરોડ ઉપરનો બિઝનેસ કર્યો છે.  આ સાથે સલમાન ખાનની આ ફિલ્મે આમિર ખાનની 3 ઇડિયટ્સ ફિલ્મને કમાણીમાં પાછળ રાખી દીધી છે. બોલિવુડના દબંગે આ વર્ષે બોક્સ ઓફિસમાં હિટ ફિલ્મો આપીને 500 કરોડ રૂપિયાથી વધુ કમાણી સાથે એક નવો રેકોર્ડ કાયમ કરી દીધો છે. આ વર્ષે જુલાઇમાં રજૂ થયેલી બજરંગી ભાઇજાન ફિલ્મે ભારતમાં જ 321 કરોડનો બિઝનેશ કર્યો ત્યારબાદ દિવાળી પર રજૂ થયેલી પ્રેમ રતન ધન પાયો ફિલ્મે અત્યાર સુધીમાં 204 કરોડની કમાણી કરી છે. આ સાથે સલમાન ખાન એક વર્ષમાં જ 500 કરોડથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ પીકે ના નામ પર હતો. જેણ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી હતી.

You might also like