સવારે ભારે નાસ્તો કરવાથી વજન થાય છે ઓછું

જો આપ પોતાની વધતી કંમરને ઓછી કરવા માંગો છો, તો આપે નાશ્તો જરૂર કરવું જોઇએ, કારણ કે તે આપનું બૉડી માસ ઇંડેક્સ (બીએમઆઈ) જાળવી રાખવામાં મદદ કરી શકે છે ! આમ શોધકર્તાઓનું કહેવું છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ ત્રણથી વધુ વખત ભોજન કરે છે અને ડિનરમાં વધારે ખાય છે, તેમનું બીએમઆઈ અધિક હોઈ શકે છે અને તેમને વિવિધ બીમારીઓનો જોખમ પણ વધુ હોય છે.

જો આપ ભરપેટ નાશ્તો કરો છો અને લંચ કરો છઝો, તો તેનો મતલબ છે કે આપ એક રીતે 18 કલાક ઉપવાસ કરી લો છો, કારણ કે આપ રાત્રે ખાવાનું નથી ખાતા. આવું કરવું વજન ઘટાડવની એક શાનદાર રીત છે.

એક ટીમે 50,000થી વધુ લોકોને સંશોધનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં આ તારણ નિકળ્યું કે ભરપેટ નાસ્તો કરનારાઓનું વજન ઓછુ થયું હતું. શોધકર્તાઓ મુજબ જે લોકો સવારે વધુ કૅલોરી લેતા હતાં, 60 વર્ષની ઉંમર પહેલા તેમનામાં ઓછું વજન જોવામાં આવ્યુ હતું. 60 વર્ષની ઉંમર બાદ સામાન્ય લોકોની સરખામણીમાં વજન ઘટવાનો મોટો અંતર જોવામાં આવ્યો.

http://sambhaavnews.com/

You might also like