સ્ટાર્ટ-અપ ઈન્ડિયા લોન્ચિંગમાં ૧૫૦૦ સીટ, એક લાખ ઉમેદવારો

નવી દિલ્હી: કોઈ રોક કોન્સર્ટ કે મોટી રમત-ગમતના અાયોજનમાં પ્રવેશ મેળવવા માટે એક લાખ લોકો થનગને તે વિચારી શકાય, પરંતુ કોઈ સરકારી કાર્યક્રમ માટે અાટલી પડાપડી ભાગ્યે જ જોવા મળે છે. અા વખતે પહેલી વાર અામ બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અાગામી શનિવારે લોન્ચ થવાની છે. અા કાર્યક્રમમાં સામેલ થવા માટે જબરદસ્ત ડિમાન્ડ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડ‌િસ્ટ્રયલ પો‌લિસી ઓફ પ્રમોશન દિવસભરનો કાર્યક્રમ યોજી રહી છે, જેમાં વડા પ્રધાન સ્ટાર્ટ-અપ્સ માટે કેટલીય જાહેરાતો કરી શકે છે. ડીઅાઈપીપીની સામે સૌથી મોટી સમસ્યા એ અાવી છે કે એક લાખ અરજીમાંથી તેણે માત્ર ૧૫૦૦ લોકોને પસંદ કરવાના છે, કેમ કે વિજ્ઞાનભવનમાં માત્ર અાટલી જ બેઠકો છે.

સિલિકોનવેલીથી ૪૦ બિઝનેસમેન ઉપરાંત વેન્ચર કે‌િપટલિસ્ટ અને રોકાણકારોને અા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં અાવશે. મોદી સાંજે મોટી જાહેરાત કરશે. મંત્રાલયના સચિવ ‌િદવસભર સ્ટાર્ટ-અપ સાથે જોડાયેલા સવાલોના જવાબ અાપશે.

અા પહેલાં મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના હાઈ પ્રોફાઈલોમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ મૂકેશ અંબાણી, અનિલ અંબાણી, સાઇરસ મિસ્ત્રી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ્ બિરલા જેવા લોકો પહેલી હરોળમાં બેઠાં હતા, પરંતુ અા વખતે ફોકસ યુવાનો પર રહેશે.

You might also like