અેરપોર્ટ પર ૧૫૦૦ પોલીસ કર્મચારીઓ ખડકી દેવાયા

ગાંધીનગરઃ  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અમદાવાદ અેરપોર્ટ પર આવી પહોંચશે. અન્ય દેશના પ્રે‌િસડેન્ટ તથા વીવીઆઇપીનું વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા માટે વહેલી સવારથી અમદાવાદ એરપોર્ટ પર આગમન શરૂ થઇ ગયું છે. મોદી સ‌િહતના મહાનુભાવોની સુરક્ષા માટે વહેલી સવારથી એરપોર્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે ત્યારે અેરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી રોડ ઉપર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

એરપોર્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. શહેર પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ 1500 કરતાં વધુ પોલીસકર્મીઓ તથા સુરક્ષાકર્મીઓનો કાફલો તમામ લોકોને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે. એરપોર્ટની સુરક્ષા માટે એક જેસીપી, બે ડીસીપી, 9 એસીપી, 13 પોલીસ ઇન્સ્પેક્ટર, 42 પોલીસ સબઇન્સપેક્ટર, 871 પોલીસ કોન્સ્ટેબલ, 60 એસઆરપી જવાન, 32 ચેતક કમાન્ડો, 10 ક્યુઆરટી તથા ક્રાઇમ બ્રાંચ અને એટીએસનો ફાફલો વહેલી સવારથી મૂકી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ફાયર બ્રિગેડની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. અમદાવાદથી ગાંધીનગના રોડ પર ઠેરઠેર પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે, જેનું તમામ સુપરવિઝન અમદાવાદ કમિશનર ઓફિસ ખાતે કરવામાં આવશે.

home

You might also like