કેરળનાં 15 યુવકો એક મહિનાથી ગુમ : ISમાં જોડાયાની આશંકા

નવી દિલ્હી : કેરળનાં કાસરગોડ અને પલક્કડનાં 15 મુસ્લિ યુવકો ગત્ત મહિને ગુમ થઇ ગયા છે. જે અંગે આશંકા સેવાઇ રહી છે કે આ ભણેલા ગણેલા યુવકો સીરિયા જઇને ઇસ્લામીક સ્ટેટમાં જોડાઇ ગયા છે. યુવકો ઘરેથી નોકરીની શોધમાં જઇ રહ્યા હોવાની માહિતી આપીને ઘર છોડીને ગયા હતા. આ મુદ્દે સ્થાનિક નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત યોજી હતી.

જાણકારી અનુસાર 6 જુનથી તમામ યુવકો ગુમ છે. તેમાં 11 યુવકો કાસરગોડ જ્યારે 4 પલક્કડનાં છે. યુવકનાં પરિવારજનોએ અત્યાર સુધી પોલીસમાં આ અંગે કોઇ ફરિયાદ દાખલ નથી કરાવી પરંતુ તમામ યુવકો ભણેલા ગણેલા અને સારા ઘરનાં છોકરાઓ છે. તમામ યુવકો એકબીજાને ઓળખે છે. જેમાં એક યુવક ડોક્ટર છે જ્યારે અન્ય એક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો.

તમામ યુવકો 20 થી 25 વર્ષની ઉંમરનાં છે. જ્યારે સ્થાનિક નેતાઓનું કહેવું છે કે ગત્ત કેટલાક સમયથી અચાનક તે તમામ ખુબ જ ઘાર્મિક થઇ ગયા હતા. કેટલાય મીડિયા રિપોર્ટસ અનુસાર એક યુવકનાં પરિવારને એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે અમે અમારી અંતિમ મંઝીલ સુધી પહોંચી ચુક્યા છીએ. સ્થાનીક નેતાઓએ મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સાથે મુલાકાત કરીને મદદ માટે અપીલ કરી છે. બીજી તરફ વિસ્તારનાં સાંસદ પી.કરુણાકરને કહ્યું કે ગુમ યુવકોને શોધવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવામાં આવી રહી છે.

You might also like