ફિક્સ પગારના પોલીસકર્મીને હવે વર્ષે ૧૫ રજા મળશે

અમદાવાદ: ફિક્સ પગારમાં ફરજ બજાવતા એલઆરડીને સરકાર દ્વારા નવા વર્ષની નવી ભેટ મળી છે. લોક રક્ષક દળનાં કર્મચારીઓને વીક્લી ઓફ ઉપરાંત વર્ષે દરમિયાન કુલ ૧૫ રજા અાપવામાં અાવશે. વર્ષ દરમિયાનનાં વપરાયેલી રજાઓને પછીના વર્ષે કેરી ફોરવર્ડ કરવામાં અાવશે.

ફિક્સ પગાર સહિતના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઅાઈ સહિત હજારો પોલીસ કર્મચારીઓ પોલીસ ખાતામાં રજાના દિવસે પણ ફરજ બજાવતા હોય છે. ખાસ કરીને સરકારી રજાઓમાં પણ તેમને બંદોબસ્ત માટે ફરજ પર હાજર રહેવું પડે છે.

દરેક પોલીસ સ્ટેશનમાં અલગથી રજાઓ માટે રજિસ્ટ્રેશન બુક રાખવામાં અાવશે. જે તે વર્ષમાં ન ભોગવેલી રજા પછીના વર્ષે કેરી ફોરવર્ડ થશે જોકે વધુમાં વધુ ૩૦ રજા જમા થઈ શકશે. રાજ્યમાં આશરે ૪૫૦૦-૫૦૦૦ જ્યારે અમદાવાદ શહેરમાં કુલ ૭૦૦-૮૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે.

You might also like