તેલંગાણા: રોડ અકસ્માતમાં એક જ પરિવારના 15નાં મોત

તેલંગાણાના આદિલબાદ જિલ્લામાં શનિવારના રાત્રે થયેલ રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા. આ દૂર્ઘટનામાં એક જ પરિવારના 15 લોકોના મોત થયા છે. આ રોડ અકસ્માતમાં 5 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થાય છે. આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને નિઝામાબાદ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આદિલબાદના એસપીના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટના ભાઇન્સા બાહરી વિસ્તારમાં શનિવારે અંદાજે અડધી રાત્રે ઘટી હતી. કાંકરાથી ભરેલ ટિપર 18 લોકોને લઇ જતા એક ઓટો સાથે અથડાયું.

દૂર્ઘટનામાં 14 લોકોના મોત ઘટના સ્થળે થયા જ્યારે એક અન્ય વ્યક્તિનું હોસ્પીટલમાં મોત થયું. ટક્કર એટલી જોરથી હતી કે ઓટોને ભારે નુકસાન થયુ હતુ. એસપીના જણાવ્યાનુંસાર રોડ અકસ્માતમાં ઓટોમાં જઇ રહેલા તમામ લોકો મંદિર જઇ રહ્યા હતા. ભાઇન્સા ગ્રામીણ પોલીસ ચોકીના ઇન્સપેકટર અનુસાર દૂર્ઘટનાના મૃતકો મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ભોકાર મંડળના રેહવાસી હતા અને તેઓ નિઝામાબાદમાં ઇંટની ભઠ્ઠીમાં કામ કરતા હતા.

You might also like