હિમાચલમાં દુર્ધટનાઃ ખાનગી બસ વ્યાસ નદીમાં ખાબકી 16 લોકોના મોત

હિમાચલઃ હિમાચલ જિલ્લાના મંડીમાં એક દૂર્ધટના સર્જાઇ છે. અહીં એક પ્રાઇવેટ બસ વ્યાસ નદીમાં ખાબકતા 16 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકોની હાલત ગંભીર છે. જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી કેટલાક લોકોની હાલત અત્યંત ગંભીર છે. પ્રારંભિક સૂચના પ્રમાણે દૂર્ધટના મંડી પાસે બિંદ્રામની પાસે થઇ છે. જ્યાં પ્રાઇવેટ બસ બપોરે લગભગ પોણા એક વાગે કુલ્લ તરફ જઇ રહી હતી. જેમાં 40 લોકો સવાર હતા.

બસમાં સવાર કેટલાક લોકોનું કહેવું છે કે આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે બસ ઓવરટેક કરવા જઇ રહેલા બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કર્યો છે. અચાનક બિંદ્રામની પાસે બસે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું અને તે 50 ફૂટ ઉંડે વ્યાસ નદીના કિનારે પડી હતી. દૂર્ઘટના એટલી ભયાનક હતી કે નદીમાં બસ ખાબકતા અવાજ દૂર સુધી સંભળાય હતા.

10 લોકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. નદી કિનારે ચીસો સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. સાથે જ એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં છે. બસમાં મોટાભાગના લોકો  કુલ્લુ અને મંડી જિલ્લામાં રહેવાસી હતા.

You might also like