દિલ્હીમાં 2016માં વાયુ પ્રદૂષણને કારણે 15,000 લોકોનાં મોત

નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે વર્ષ ર૦૧૬માં અંદાજે ૧પ,૦૦૦ લોકોનાં અકાળે મોત થયાં હોવાનો એક ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા હાથ ધરાયેલ એક નવા અભ્યાસના અહેવાલમાં કરવામાં આવ્યો છે. ઝેરી અને પ્રદૂષિત હવાને લઇને સૌથી વધુ મોતના મામલામાં દિલ્હી દુનિયાભરનાં શહેરોમાં ત્રીજા નંબરે છે.

ઝેરી હવાને લઇને અકાળે મોત થવાના મામલામાં શાંઘાઇ પ્રથમ નંબરે આવે છે. પીએમ ર.પ પ્રદૂષણને લઇને અહીં વર્ષ ર૦૧૬માં ૧૮,ર૦૦ લોકોનાંમોત થયાં હતાં. જ્યારે બીજા નંબરે બીજિંગનું નામ આવે છે. જયાં ૧૭,૬૦૦ લોકોનાં અકાળે મૃત્યુ થયાં હતાં.

પીએમ ર.પનો મતલબ એવો થાય છે કે વાયુમંડળમાં ર.પ મીમી.થી ઓછા વ્યાસવાળા કણ જો શ્વાસ દ્વારા શરીરની અંદર પહોંચે તો મોટું નુકસાન થાય છે. અભ્યાસ અનુસાર પીએમ ર.પને લઇને લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જેમાં ખાસ કરીને કાર્ડિયો વેસ્કયુલર (હૃદયની) અને ફેફસાંની બીમારીઓ તેમજ કેન્સર અને અકાળે મોતનો સમાવેશ થાય છે.

આ અભ્યાસમાં જણાવાયું છે કે પીએમ ર.પથી સંબંધિત બીમારીઓ દુનિયાભરનાં મોટાં શહેરોમાં ફેલાયેલી છે, પરંતુ એશિયાન શહેરો તેનાથી વધુ પરેશાન છે. ભારતમાં દિલ્હી બાદ વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મોત મુંબઇમાં થયાં છે. મુંબઇમાં ર૦૧૬માં પ્રદૂષણને કારણે ૧૦,પ૦૦ લોકોનાં અકાળે મોત થયાં હતાં. જ્યારે ર૦૧૬માં ચેન્નઇ અને બેંગલુરુમાં પ્રદૂષણના સ્તર ર.પ સંબંધિત બીમારીઓથી અંદાજે પ,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં હતાં.

You might also like