સેલેડમાં પાલક વધુ ખાવાથી મગજ કટાઈને ઓલ્ઝાઈમર્સ થાય?

લોખંડ સાથે પાણી અને ઓક્સિજનની પ્રક્રિયા થાય તો એ કટાઈ જાય છે અને એની સાથે પડેલી ચીજોને પણ બગાડે છે. જોકે અાયર્ન રિચ ફૂડ ખાવાથી અાવી કટાવાની પ્રક્રિયા મગજના ખાસ ભાગમાં થઈ શકે છે એવી સંભાવના ઓસ્ટ્રેલિયાના રિસર્ચરોએ જતાવી છે. અા સંશોધકોનું કહેવું છે કે જે લોકોના લોહીમાં અાયર્નનું લેવલ વધુ માત્રામાં હોય તેમના મગજમાં એમિલોઈડ નામનું પ્રોટીન વધુ માત્રામાં જમા થાય છે અને અા પ્રોટીન મગજની ક્ષમતાઓને ઘટાડે છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબર્નના રિસર્ચરોનું કહેવું છે કે અાયર્નથી ભરપૂર શાકભાજી કાચાં સેલડમાં ખાવામાં અાવે તો એનાથી લોહીમાં અાયર્નનું પ્રમાણ વધે છે.
http://sambhaavnews.com/

You might also like