નીતીશનાં મંત્રીમંડળમાં 75%કલંકીત નેતા હવે ક્યાં છે અંતરઆત્મા : તેજસ્વી

પટના : બિહારમાં મહાગઠબંધનથી અલગ જઇને ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ નીતીશ કુમાર પર આરજેડીની તરફથી સતત પ્રહારો થઇ રહ્યા છે. બુધવારે બિહારનાં પુર્વઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે એકવાર ફરીથી નીતીશ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ચાબખા વિંઝ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, નીતીશ કુમારે નવા મંત્રીમંડળમાં 75 ટકા મંત્રીઓ કલંકીત છે, કેટલાકનાં નામ તો પનામા પેપર્સમાં આવેલા છે.

તેજસ્વીનાં અનુસાર નીતીશ કુમારની અંતરઆત્મા નહી પરંતુ કુર્સી આત્મા બોલે છે. આ જે તેમણે ભુલ કરી છે કે તે આલોચના તેમણે હંમેશા સાંભળવી પડશે. સામાજિક ન્યાયને માનનારા લોકોને તમે શું જવાબ આપશો ? આ લોકો તમને પુછશે અને આજીવન તમારે તેનાં જવાબ આપવા પડશે. તમામ લોકો આશા રાખીને બેઠા હતા કે મુખ્યમંત્રી કાંઇક બોલસે પરંતુ તેમણે મારા બોલવાનાં સમયે લાઇવ ટેલિકાસ્ટ જ કાપી નાખ્યું. અમે કહ્યું હતું કે આપણે જનતા વચ્ચે જઇશું પરંતુ જ્યારે હું હાઉસમાં બોલી રહ્યો હતો તો અમારી વાત કાપી નાખવામાં આવી. મુખ્યમંત્રીએ તેનો જવાબ આપવો પડશે.

નીતીશે કહ્યું કે લાલૂ અને આરજેડીનાં લોકો જાતી આધારિત રાજનીતિ કરે છે અને તેઓ માસની રાજનીતિ કરે છે. મંડળ કમિશનની જ્યારે વાત ચાલી રહી હતી તો નીતીશ કુમારે પોતાની સમાતા પાર્ટીની રચના કરી અને કમંડલની સાથે ભાગી ગયા. ત્યારે લોકો લાલુ સાથે હતા. જ્યારે એકવાર ફરી માયાવતી, અખીલેશે એનડીએ સરકાર બન્યા બાદ એકતાની વાત કરી તો ફરીથી તેમણે ગદ્દારી કરી.

You might also like