૧૪૯ સાહસિકોએ રેકોર્ડ બ્રેક જમ્પ લગાવ્યો

સ્પોર્ટ્સના શોખીનો અને સાહસિકો હંમેશાં કંઈ ને કંઈ નવું કરતા રહેતા હોય છે. બ્રાઝિલના હોર્નલેન્ડિયામાં સાહસિકોએ હમણાં એવું જ એક પરાક્રમ કર્યું. રોમાંચના ૧૪૯ શોખીનો ત્યાંના ૯૮ ફીટ ઊંચા એક મોટા પુલ પર એકઠાં થયા. તેમણે પોતાની સાથે નાયલોનનું એક-એક દોરડું બાંધ્યું અને એનો બીજો છેડો પુલ સાથે બાંધ્યાે.આ લોકો એકસાથે પુલ પરથી જમ્પ મારવા ઈચ્છતા હતા, આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું બન્જી જમ્પિંગ જ થયું, પરંતુ અહીં વાપરવામાં આવતી દોરી ઓછામાં ઓછી બાઉન્સ થાય છે. કાઉન્ટડાઉન સાથે તમામે જમ્પ માર્યો અને કેમેરામાં અફલાતૂન દૃશ્ય કેદ થઈ ગયું. અગાઉ એકસાથે આટલા બધા સાહિસકોએ જમ્પ માર્યો હોય એવું ભાગ્યે જ નોંધાયું છે. આ સામૂહિક જમ્પને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે.

You might also like