ઘીનાં ઠામમાં ઘી ઢોળાય તેવી વકી : નવાઝે પોતાનાં ભાઇને જ ખુરશી સોંપશે

ઇસ્લામાબાદ :પનામા પેપર્સ મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા બાદ નવાઝ શરીફની ખુર્શી જતી રહી છે. તેમનાં પાકિસ્તાની વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ હવે તેમનાં નાના ભાઇ શહબાજ શરીફને વડાપ્રધાન પદની કુર્સી સોંપવામાં આવી શકે છે. પંજાબ પ્રાંતના હાલનાં મુખ્યમંત્રી શહવાજ વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હતા.

ઉપરાંત પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ, સંઘીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક સંસાધન મંત્રી શાહિદ ખાકાન અબ્બાસી અને નેશનલ એસેમ્બલીનાં સ્પીકર અયાજ સાદિકનાં નામની પણ ચર્ચા હતી.

You might also like