સામાન્ય ભારતીયની જેમ મોદીની નજર પણ ફાઇનલ પર હતીઃ બધી ખેલાડીઓને શુભેચ્છા પાઠવેલી

નવી િદલ્હીઃ વિશ્વકપની ફાઇનલને લઈને દરેક સામાન્ય ભારતીય ક્રિકેટ ચાહક ઉત્સુક હોય છે, એવી જ સ્થિતિ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હતી. મેચ પહેલાં જ નરેન્દ્ર મોદીએ ટીમનો ઉત્સાહ વધારવા લાગ્યા હતા. તેમણે ટ્વિટ કરતાં લખ્યું હતું, ”આજે અમારી મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપની ફાઇનલમાં રમી રહી છે. તેમને શુભેચ્છા આપવનારા ૧૨૫ કરોડ ભારતીયોમાં હું પણ સામેલ છું.” ત્યાર બાદ મોદીએ ૧૧ ટ્વિટ ટીમની ૧૧ ખેલાડીઓને સમર્પિત કર્યાં હતાં.

વડા પ્રધાન મોદીએ પોતાના બીજા ટ્વિટમાં કેપ્ટન મિતાલી રાજની પ્રશંસા કરતાં લખ્યું હતું કે, ‘કેપ્ટન મિતાલી રાજ ફ્રન્ટ પર આવીને ટીમનું નેતૃત્વ કરી રહી છે. તેનો શાંત અભિગમ સમગ્ર ટીમની રમતને લાભ પહોંચાડશે.” સ્મૃતિ મંધાના વિશે મોદીએ લખ્યું હતું, ”તું અત્યાર સુધી ઘણું સારું રમી છે. શાંતિથી રમજે.” પૂનમ માટે મોદીએ લખ્યું, ‘સમગ્ર ભારત શુભેચ્છા આપે છે. તેની રમત અમારા બધા માટે ગૌરવની વાત છે.’ હરમનપ્રીત વિશે વડા પ્રધાને લખ્યું હતું, ”હરમનના ફેન કોણ નહીં હોય? સેમિફાઇનલની તેની ઇનિંગ્સ યાદગાર છે. તારા માટે આજનો દિવસ પણ સારો હશે.”
http://sambhaavnews.com/

You might also like