રિલાયન્સ Jioની ધમાકેદાર ઓફર, 399માં 84 દિવસ માટે મળશે 84GB

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે ખુશખબર છે. જિયોએ પોતાના યૂઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. જિયોની જિયો ધન ધના ધન ઓફર પૂરી થવાના કગાર પર છે. Reliance Jioએ આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને પ્રકારના યૂઝર્સ માટે રજૂ કર્યો છે. કંપનીએ નવા પ્લાનને જિયો ધન ધના ધન ઓફરના નામે જ લોન્ચ કર્યો છે. આ પ્લાનનું માત્ર નામ જૂનું છે, બાકી બધુ જ આમાં બદલાય ચૂક્યું છે.

રિલાયન્સ જિયોના આ પ્લાનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે આપની પાસે જિયો પ્રાઇમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાનની શરૂઆત 19 રૂપિયાથી થાય છે. જ્યારે સૌથી મોંધો પ્લાન 9,999 રૂપિયાનો છે. જિયો ધન ધના ધન ઓફરની શરૂઆતમાં જ્યાં કંપની 309 રૂપિયાના રિચાર્જ વાળા પેક પર 1 મહિનાની મર્યાદાની વાત કરતી હતી. હવે તે પ્લાનમાં જ ગ્રાહકોને 56 દિવસ વધારે મળશે અને 4G સ્પીડ ડેટા પણ 56GB જ આપવામાં આવશે. ત્યારે એક પ્લાન 399 રૂપિયા વાળો છે જેની મર્યાદા 84 દિવસની છે.

આ પ્લાનમાં ગ્રાહકોને 4G સ્પીડનું 1GB ડેટા મળશે. ત્યારે પોસ્ટપેડ પ્લાનની શરૂઆત 309 રૂપિયાથી થાય છે, જેનો સૌથી મોંઘો પ્લાન 999 રૂપિયાનો છે.

પ્રીપેડ પ્લાન

19 રૂપિયા: 19 રૂપિયાવાળા પ્લાનની અવધિ 1 દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ અને 200MB ડેટા મળશે.

49 રૂપિયા: 49 રૂપિયાવાળા પ્લાનની અવધિ 3 દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ અને 600MB ડેટા મળશે.

96 રૂપિયા: આની અવધિ 7 દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ અને એસએમએસની સુવિધા મળશે. સાથે રોજ 4G સ્પીડમાં 1GB ડેટા મળશે. ત્યારબાદ સ્પીડ ઓછી થઇ જશે.

146 રૂપિયા: આની અવધિ 28 દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ અને 300 એસએમએસ મફત મળશે. તે સિવાય 4G સ્પીડ સાથે 2GB ડેટા આપવામાં આવશે.

309 રૂપિયા: આ પ્લાનમાં હવે 56 દિવસની વેલીડીટી મળશે. જેમાં ગ્રાહકોને હવે અનલિમિટેડ કોલની સાથે દરરોજ 4G સ્પીડમાં 1GB ડેટા મળશે.

349 રૂપિયા: આ પેકની વેલીડીટી 56 દિવસની છે. બધી અનલિમિટેડ સુવિધાઓ સાથે ગ્રાહકોના વપરાશ માટે 4G સ્પીડમાં 20GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં પ્રતિદિન ડેટા વપરાશ માટે કોઇ મર્યાદા નથી.

399 રૂપિયા: આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે. જેમાં 4G સ્પીડમાં રોજનું 1GB ઇન્ટરનેટ મળશે. સાથોસાથ અનલિમિટેડ કોલ અને એસએમએસની સુવિધા પણ મળશે.

You might also like