બેન સ્ટોક્સે IPLનાં નાણાં ક્યાં ખર્ચ્યાં?

લંડનઃ ઈંગ્લેન્ડનો ક્રિકેટર બેન સ્ટોક્સ, જેને આ વર્ષની આઇપીએલ માટે રાઇિઝંગ પુણે સુપરજાયન્ટે અધધ ૧૪.૫ કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. એક ઓલરાઉન્ડર તરીકે સ્ટોક્સ માટે આટલી રકમ ખર્ચ કરવી ઘણા રમતપ્રેમીઓ માટે આશ્ચર્યની વાત હતી. સ્ટોક્સ આઇપીએલની ૧૦મી સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો.

શરૂઆતની મેચોમાં સ્ટોક્સ પોતાની કિંમત પ્રમાણેની રમત દર્શાવી શક્યો નહીં, પરંતુ ટૂર્નામેન્ટનું અંતિમ ચરણ નજીક આવવાની સાથે-સાથે સ્ટોક્સે ખુદ પર ખેલાયેલા દાવને સાચો સાબિત કરી બતાવ્યો. ગુજરાત લાયન્સ સામે ફક્ત ૬૩ બોલમાં અણનમ ૧૦૩ રનની ઇનિંગ્સ રમીને પુણેને પાંચ વિકેટ જીત અપાવી સ્ટોક્સ હીરો બની ગયો. આઇપીએલમાં સદી ફટકારો તે બીજા નંબરનો ઇંગ્લિશ ખેલાડી છે.

હવે વાત કરીએ છીએ સ્ટોક્સને મળેલી રકમની… શું તમે જાણો છો કે એણે આટલી રકમનું શું કર્યું? સ્ટોક્સે એક સુપર કાર ખરીદી. ઈંગ્લેન્ડના એક અખબાર સાથેની વાતચીતમાં સ્ટોક્સે કહ્યું, ”હું બાકી વધેલાં નાણાંને લાંબા સમય સુધી હાથ નહીં લગાડું, પરંતુ મારે મારી જાતને તો ખુશ કરવી જ હતી અને મને કાર બહુ જ પસંદ છે.” સ્ટોક્સે કહ્યું, ”જે પ્રાઇસ ટેગ અંગે લોકો આટલી વાતો કરે છે, હકીકત એ છે કે હું એટલા જ પૈસા સાથે ઈંગ્લેન્ડ પરત આવત, પછી ભલે મારું પ્રદર્શન ખરાબ હોય કે સારું. આથી હું એક વાતથી ખુદનું આકલન કરીશ કે હું પીચ પર કેવું રમ્યો, રૂપિયા પર નહીં.”

સ્ટોક્સે વધુમાં જણાવ્યું, ”સારું છે કે આ હિસાબથી બધી ચીજો સારી રહી, કારણ કે હું ભારતથી ખભો ઉઠાવી અને છાતી પહોળી કરીને રવાના થયો. હું ટીમ સાથે સારું પર્ફોર્મ કરવામાં સફળ રહ્યો. જો હું એવું ના કરી શક્યો હોત, હું સારું ના રમી શક્યો હોત તો મને એવું લાગે છે કે જાણે મેં ખુદને નીચો દેખાડ્યો છે.”

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે હરીફાઈ અંગે સ્ટોક્સે કહ્યું, ”મારે તેની સાથે સારું બને છે.” ઉલ્લેખનીય છે કે એશીઝ શ્રેણીની પહેલી મેચ બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાય છે. સ્ટોક્સે કહ્યું, ”અમારે (સ્ટોક્સ-સ્મિથ) સારું બને છે, પરંતુ મને લાગે છે કે અમે બંને જાણીએ છીએ કે જ્યારે એશીઝની વાત આવે છે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડની વાત હોય છે ત્યારે તમે જાણો છો કે શું બને છે.”
http://sambhaavnews.com/

You might also like