પાટણઃ સિદ્ધપુરમાં 5 ઈંચ વરસાદ, સમગ્ર શહેરમાં પાણી

પાટણના સિદ્ધપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં એક જ રાત્રી દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં કેડ
સમા પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં દુકાનો તેમજ મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ સિદ્ધપુર હાઈ-વે પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા
પાટણના સિધ્ધપુર શહેરમાં ધોધમાર વરસાદ

સિદ્વપુરમાં એક રાતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

સમગ્ર શહેર પાણીમાં તરબોળ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાંકી

સિદ્વપુર હાઇવે પર પાણી ભરાયા

You might also like