મોરબી: મચ્છુ-2 ડેમની સપાટી 30 ફૂટ પહોંચી , તંત્રને એલર્ટ રહેવા આદેશ

મોરબી અને આસપાસના ગામોમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી મોરબીનો મચ્છુ ડેમ-2 ઓવરફલો્ થવાની તૈયારીમાં છે. ડેમની સપાટી 30 ફૂટ પહોંચી છે. જયારે 33 ફૂટે ડેમ ઓવરફ્લો થશે. પાણીની આવક જે રીતે ચાલુ છે તે રીતે આજે બપોર સુધીમાં ડેમ ઓવરફલો્ થાય તેવી શકયતા છે. આ પરિસ્થિતને ધ્યાને રાખીને તંત્રને એલર્ટ રહેવાના આદેશ અપાયા છે.

મોરબીમાં મચ્છુ-2 ડેમની સપાટી 30 ફૂટ પહોંચી

મચ્છુ-2 ડેમમાં પાણીની આવક ચાલુ 

33 ફૂટની સપાટી પર ડેમ ઓવરફ્લો થશે

આજે બપોર સુધીમાં ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા

તંત્રને એલર્ટ રહેવા માટે તાકિદ કરવામાં આવી

લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરણ કરવાનો આદેશ

You might also like